પરણેલી છું એવું તો મને લાગતું જ નથી : સાનીયા મિર્ઝા

06 November, 2012 05:24 AM IST  | 

પરણેલી છું એવું તો મને લાગતું જ નથી : સાનીયા મિર્ઝા



ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાએ રવિવારે મોડી રાત્રે મુંબઈના એક ફૅશન શોમાં રૅમ્પ પર કૅટવૉક કર્યા પછી આપેલા એક ઇન્ટરવ્યુમાં તેની મૅરિડ લાઇફ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે તે પરણેલી હોય એવું તેને લાગતું જ નથી.

સાનિયાએ સવાબે વર્ષ પહેલાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતાં. સાનિયાએ રવિવારની મુલાકાતમાં એવું પણ કહ્યું હતું કે તેઓ બન્ને એક પછી એક ટૂર પર જાય છે અને એના પરથી પોતાને લાગે છે કે પોતે અને શોએબ હજી પણ ડેટિંગ કરી રહ્યાં છે.