ઇઝરાયલી ઍથ્લીટનો બહિષ્કાર કરનારને સજા

23 July, 2012 05:55 AM IST  | 

ઇઝરાયલી ઍથ્લીટનો બહિષ્કાર કરનારને સજા

લંડન:

ઇજિપ્તના અને બીજા આરબ દેશોના ઍથ્લીટોને ઇઝરાયલી સ્પર્ધકો સામે રમવાનું ટાળવાની હાકલ થઈ છે અને એને ધ્યાનમાં રાખીને કમિટીએ આ જાહેરાત કરી છે.

કમિટીની ઑફિસમાંથી મળેલા રિપોર્ટ મુજબ ‘કોઈ ઍથ્લીટ ઈજા પામશે કે માંદગીમાં સપડાશે તો અમે ચલાવી લઈશું, પરંતુ અમારા ડૉક્ટર સ્વતંત્ર રીતે તેને તપાસશે અને જો એમાં ખબર પડશે કે આ ઍથ્લીટે ઇઝરાયલી હરીફ સામે રમવાનું ટાળવા ઈજા કે બીમારીનો ઢોંગ કર્યો છે તો અમે એ ઍથ્લીટ સામે પગલાં ભરીશું. કોઈ પણ દેશનો ઍથ્લીટ હરીફ ઍથ્લીટ સામે ઈરાદાપૂર્વક હરીફાઈમાં ન ઉતરવાનો નિર્ણય ન લઈ શકે.’