ઇશાન્ત કે શમી, કોણ લેશે બુમરાહની જગ્યા?

01 October, 2019 03:20 PM IST  |  મુંબઈ

ઇશાન્ત કે શમી, કોણ લેશે બુમરાહની જગ્યા?

કોણ હશે બુમરાહની જગ્યાએ

કલકત્તા : (આઇ.એ.એન.એસ.) ભારત અને સાઉથ આફ્રિકાની પહેલી ટેસ્ટ મૅચ પહેલાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સ્ટ્રેસ ફ્રૅક્ચરને લીધે ટુર્નામેન્ટમાંથી બહાર થયો હોવાથી તેના સ્થાને ટીમ ઇન્ડિયાના બોલિંગ ડિપાર્ટમેન્ટને કોણ લીડ કરશે એ ચર્ચાનો વિષય બની ગયો છે. જોકે આ કેસમાં ઇશાન્ત શર્મા અને મોહમ્મદ શમીનું નામ મોખરે છે. ટીમ ઇન્ડિયાના કોચ અને કૅપ્ટન ઇચ્છે છે કે બુમરાહ ઈજામાંથી સંપૂણપણે રિકવર થઈ જાય અને પોતાનું ફોર્મ જાળવી રાખે. અત્યાર સુધી બુમરાહ ૧૨ ટેસ્ટ મૅચ રમ્યો છે જેમાં તેણે ૬૨ વિકેટ લીધી છે, પણ આ ૧૨ મૅચ વિદેશની ધરતી પર રમાઈ હતી અને ઘરઆંગણે ટેસ્ટ મૅચ રમવા તેને રાહ જોવી પડી રહી છે. બૅટ્સમેનમાં જે પ્રમાણે વૃદ્ધિમાન સહા કે રિષભ પંતમાંથી કોને પસંદ કરવો એ પણ ટીમ મૅનેજમેન્ટ માટે ચર્ચાનો વિષય છે એ પ્રમાણે બોલર્સમાંથી બુમરાહના સ્થાને ઇશાન્ત શર્મા કે મોહમ્મદ શમીમાંથી કોણ ટીમને બોલિંગમાં લીડ કરશે એ જોવા જેવું છે. જોકે આ બન્ને અનુભવી બોલરોમાંથી ઇશાન્ત પાસે વધારે અનુભવ હોવાનો ફાયદો મળી શકે છે, જ્યારે શમીના માથે પણ મોટા ભાગની જવાબદારી રહી શકે છે.

mohammed shami ishant sharma jasprit bumrah cricket news