અફઘાનિસ્તાન સામેની પહેલી વન-ડે ધોવાઈ, આયરલૅન્ડ વન- વર્લ્ડ કપ માટે ક્વૉલિફાયર રમશે

07 August, 2026 09:47 AM IST  |  Dublin | Gujarati Mid-day Correspondent

અફઘાનિસ્તાન સામેની પહેલી વન-ડે વરસાદને કારણે રદ થતાં આયરલૅન્ડની 2027 વન-ડે વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રીની આશા તૂટી. હવે ટીમે ક્વૉલિફાયર ટુર્નામેન્ટ રમવી પડશે.

રાજસ્થાનના ફાસ્ટ બોલર જય મુન્દ્રા સહિત આયરલૅન્ડ વન-ડે સ્ક્વૉડના સભ્યો.

બુધવારે આયરલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મૅચ વરસાદને કારણે ટૉસ વગર રદ થઈ હતી. આ સાથે આયરલૅન્ડની વન-ડે વર્લ્ડ કપ 2027માં સીધી એન્ટ્રીની સંભાવનાઓ પર પાણી ફરી વળ્યું હતું. 
આયરલૅન્ડે હવે આફ્રિકામાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે ૨૦૨૭ના ફેબ્રુઆરી-માર્ચમાં આયોજિત ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટ રમવી પડશે. પુરુષોના વન-ડે રૅન્કિંગમાં હાલમાં બારમા ક્રમે રહેલા આયરલૅન્ડને વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મેળવવા અને રૅન્કિંગમાં ઝિમ્બાબ્વે, વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાનને પાછળ છોડી દેવા માટે ૩૦ સપ્ટેમ્બરની કટ-ઑફ તારીખ પહેલાં અફઘાનિસ્તાન સામે 5-0થી વન-ડે સિરીઝ જીતવાનો પડકાર હતો.
આયરલૅન્ડ હવે ૧૦ ટીમની ક્વૉલિફાયર ટુર્નામેન્ટમાં ભાગ લેશે જ્યાં વિજેતાને વર્લ્ડ કપના મુખ્ય ગ્રુપમાં સીધો પ્રવેશ મળશે. ક્વૉલિફાયરમાં બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમો વર્લ્ડ કપના નવા પ્રારંભિક રાઉન્ડ એટલે સુપર સિરીઝમાં રમશે, જેમાંથી ટોચની ટીમ મુખ્ય ૧૨ ટીમમાં સામેલ થશે.

ireland afghanistan one day international odi cricket news sports news sports