27 April, 2026 05:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકાના સ્ટેડિયમમાં ફૅન્સને મળતા સંજીવ ગોયનકા અને લલિત મોદીએ થોડા સમય પહેલાં સંજીવ ગોયનકાને જોકર ગણાવીને આ પોસ્ટ શૅર કરી હતી
અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, સુનીલ ગાવસકર અને ગૌતમ ગંભીર જેવી હસ્તીઓ બાદ લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકાના પર્સનાલિટી રાઇટ્સને મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી હાઇ કોર્ટે સંજીવ ગોયનકાને વ્યક્તિત્વ અધિકાર રક્ષણ આપ્યું છે. જેનાથી તેમનાં નામ, ફોટો અને વ્યક્તિત્વનો ગેરકાયદે ઉપયોગ અટકાવી શકાય છે. છેલ્લા કેટલાક સમયથી IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદી સહિતના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર સંજીવ ગોયનકાના AI-જનરેટેડ અને મૉર્ફ કરેલા ફોટો ફરી રહ્યા છે. હવે આ રીતે છબી બગાડવાના કૃત્યને ગુનો માનવામાં આવશે. આ મનાઈહુકમ AI, ડીપફેક, મશીન લર્નિંગ અને ચૅટબૉટ્સ જેવી ટેક્નિક દ્વારા કરવામાં આવતા આવાં કોઈ પણ કૃત્યોને પણ લાગુ પડે છે.