અભિષેક શર્માએ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ૧૫ બૉલની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી

19 April, 2026 09:02 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

He had previously scored a 16-ball fifty for Hyderabad, similar to Travis Head in 2024.

અભિષેક શર્મા

ગઈ કાલે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ઓપનર અભિષેક શર્માએ ૧૫  બૉલની ફાસ્ટેસ્ટ ફિફ્ટી નોંધાવી હતી. IPL ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારવાના મામલે તે જૉઇન્ટ‍્લી ત્રીજા ક્રમે છઠ્ઠો ખેલાડી બન્યો છે. એના પહેલાં યુસુફ પઠાણ, સુનીલ નારાયણ, નિકોલસ પૂરન, જેક ફ્રેઝર-મૅકગર્ક (બે વખત) અને વૈભવ સૂર્યવંશી (બે વખત) આ કમાલ કરી ચૂક્યા છે. અગાઉ ૨૦૨૪માં ટ્રૅવિસ હેડે દિલ્હી અને લખનઉ સામે હૈદરાબાદ માટે ૧૬ બૉલની ફાસ્ટેસ્ટ ફિફ્ટી નોંધાવી હતી. એ જ સીઝનમાં અભિષેક શર્માએ મુંબઈ સામે ૧૬ બૉલમાં ફિફ્ટી ફટકારીને આ રેકૉર્ડની બરાબરી કરી હતી. જોકે ગઈ કાલે તેણે ૧૫ બૉલની ફિફ્ટી સાથે અગાઉના ત્રણેય રેકૉર્ડને પાછળ છોડી દીધા હતા. અભિષેક શર્માએ ગઈ કાલે ૨૬૮.૧૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૬ ફોર અને ૪ સિક્સના આધારે બાવીસ બૉલમાં ૫૯ રન ઝૂડી દીધા હતા. તેણે પહેલાં ૧૦ બૉલમાં ૨૬ રન કર્યા હતા. મૅથ્યુ શૉર્ટની પાંચમી ઓવર દરમ્યાન તેણે અંતિમ પાંચ બૉલમાં લાગલગાટ ત્રણ ફોર અને બે સિક્સ ફટકારીને બાકીના ૨૪ રન પૂરા કર્યા હતા. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં હૈદરાબાદે ચેન્નઈ સામેનો પોતાનો હાઇએસ્ટ ૧૯૪-૯નો સ્કોર ઊભો કર્યો હતો. 2000 ફાસ્ટેસ્ટ IPL રન ૧૧૯૩ બૉલમાં ફટકારનાર ભારતીય બન્યો અભિષેક શર્મા. વીરેન્દર સેહવાગનો ૧૨૧૧ બૉલનો રેકૉર્ડ તોડ્યો.

મુંબઈ અને ગુજરાત બાદ હવે હૈદરાબાદ માટે રમશે જેરલ્ડ કોટ્ઝી

સનરાઇઝર્સ હૈદરાબાદે વર્તમાન સીઝનના બાકીના સમય માટે ઇન્જર્ડ ફાસ્ટ બોલર ડેવિડ પેનના સ્થાને જેરલ્ડ કોટ્ઝીને કરારબદ્ધ કર્યો છે. ઇન્જર્ડ જૅક ઍડ્વર્ડ્સના સ્થાને ટુર્નામેન્ટની શરૂઆતમાં ઇંગ્લૅન્ડના ૩૫ વર્ષના ડાબા હાથના ફાસ્ટ બોલર ડેવિડ પેઇનને ૧.૫ કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. જોકે બે મૅચમાં બે વિકેટ લીધા બાદ પગની ઘૂંટીની ઈજાને કારણે આ રિપ્લેસમેન્ટ ખેલાડીનું પણ રિપ્લેસમેન્ટ શોધવાની ફરજ પડી છે. સાઉથ આફ્રિકાનો પચીસ વર્ષનો જમણા હાથનો ફાસ્ટ બોલર જેરલ્ડ કોટ્ઝી સતત ત્રીજી સીઝનમાં ત્રીજી ટીમ માટે રમતો જોવા મળશે. તેને હૈદરાબાદે બે કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ૨૦૨૩માં મુંબઈ ઇન્ડિયન્સ માટે પાંચ કરોડ રૂપિયામાં રમીને તેણે ૧૦  મૅચમાં ૧૩ વિકેટ લીધી હતી. ૨૦૨૫માં ગુજરાત ટાઇટન્સ માટે ૨.૪૦ કરોડ રૂપિયામાં રમીને તેણે ૪ મૅચમાં બે વિકેટ લીધી હતી.

sunrisers hyderabad chennai super kings abhishek sharma IPL 2026 sports news sports cricket news