છેલ્લી ઘડીએ બૅટિંગની અગ્નિપરીક્ષા માટેની તૈયારી કરતો શમી

06 May, 2026 03:22 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઇનિંગ્સના અંતિમ સમયમાં વિકેટ પડે તો મોહમ્મદ શમીને આઠમા ક્રમે બૅટિંગ કરવા આવવું પડે એમ હતું. થોડા બૉલમાં વધુ રન ફટકારવા તે કોચિંગ સ્ટાફ દ્વારા બનાવેલી બૅટિંગની રણનીતિ પર નજર કરતો જોવા મળ્યો હતો. જોકે તેને બૅટિંગ માટે ઊતરવાની જરૂર પડી નહોતી.

મોહમ્મદ શમી

સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી IPL મૅચ રમવા આવેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો એક રમૂજી ફોટો વાઇરલ થયો છે. લખનઉની બૅટિંગ સમયે પૅડ પહેરીને મોહમ્મદ શમી ડગઆઉટમાં કેટલાંક પેપર વાંચતો જોવા મળ્યો હતો. ઇનિંગ્સના અંતિમ સમયમાં વિકેટ પડે તો મોહમ્મદ શમીને આઠમા ક્રમે બૅટિંગ કરવા આવવું પડે એમ હતું. થોડા બૉલમાં વધુ રન ફટકારવા તે કોચિંગ સ્ટાફ દ્વારા બનાવેલી બૅટિંગની રણનીતિ પર નજર કરતો જોવા મળ્યો હતો. જોકે તેને બૅટિંગ માટે ઊતરવાની જરૂર પડી નહોતી. 

લખનઉ સુપર જાયન્ટ્સની ટૉપ-ફાઇવ ફાસ્ટેસ્ટ ફિફ્ટી નિકોલસ પૂરનના નામે

લખનઉ સુપર જાયન્ટ્સનો હાઇએસ્ટ રન-સ્કોરર નિકોલસ પૂરન (૧૫૨૬ રન) પોતાના શાનદાર ફૉર્મમાં પાછો ફર્યો છે. તેણે સોમવારે મુંબઈ સામે ૨૧ બૉલમાં ૬૩ રન ઝૂડયા હતા. ૧૬ બૉલની ફિફટી સાથે તે IPLમાં પાંચ વખત ૨૦ કે એનાથી ઓછા બૉલમાં ૫૦ રનનો આંકડો પાર કરનાર વિદેશી ખેલાડી બની ગયો છે. 

અભિષેક શર્માએ ૬ વખત અને વૈભવ સૂર્યવંશીએ ૪ વખત ૨૦થી ઓછા બૉલમાં IPL ફિફ્ટી ફટકારી છે. વર્તમાન સીઝનમાં માત્ર ૧૪૫ રન કરનાર નિકોલસ પૂરને હવે લખનઉ સુપર જાયન્ટ્સની ટૉપ-ફાઇવ ફાસ્ટેસ્ટ ફિફ્ટી પોતાને નામે કરી છે. સોમવારની ૧૬ બૉલની ફિફ્ટી તેની લખનઉ માટેની બીજી ફાસ્ટેસ્ટ ફિફ્ટી હતી. 

લખનઉ માટે ઓછા બૉલમાં સૌથી ઝડપી ફિફ્ટી

૨૦૨૩માં બૅન્ગલોર સામે : નિકોલસ પૂરન, ૧૫ બૉલ

૨૦૨૬માં મુંબઈ સામે : નિકોલસ પૂરન, ૧૬ બૉલ

૨૦૨૫માં હૈદરાબાદ સામે : નિકોલસ પૂરન, ૧૮ બૉલ

૨૦૨૪માં મુંબઈ સામે : નિકોલસ પૂરન, ૧૯ બૉલ

૨૦૨૪માં દિલ્હી સામે : નિકોલસ પૂરન, ૨૦ બૉલ

૨૦૨૩માં પંજાબ સામે : કાઇલ માયર્સ, ૨૦ બૉલ

લખનઉ તરફથી IPLની ડેબ્યુ મૅચમાં પહેલા બૉલે સિક્સ ફટકારનાર પહેલો બૅટર બન્યો અક્ષત રઘુવંશી

સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી અક્ષત રઘુવંશીએ મુંબઈ ઇન્ડિયન્સ સામે શાનદાર ડેબ્યુ કર્યું હતું. છઠ્ઠા ક્રમે બૅટિંગ કરવા ઊતરીને તેણે ૭ બૉલમાં ૧૧ રન કર્યા હતા. સ્પિનર વિલ જૅક્સના પહેલા જ બૉલ પર તેણે સિક્સ ફટકારીને પોતાના IPL ડેબ્યુને યાદગાર બનાવ્યું હતું. IPL ઇતિહાસમાં લખનઉ તરફથી IPL ડેબ્યુ મૅચમાં પહેલા બૉલે સિક્સ ફટકારનાર અક્ષત રઘુવંશી પહેલો બૅટર બન્યો હતો. અગાઉ ટુર્નામેન્ટમાં ૧૦ ખેલાડીઓ આ કમાલ કરી ચૂક્યા છે. ૨.૨ કરોડ રૂપિયાનો ૨૨ વર્ષનો આ ખેલાડી મધ્ય પ્રદેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. ૪૫ નંબરની જર્સી પહેરતો હોવાથી તેણે વાનખેડે સ્ટેડિયમમાં મૅચ બાદ રોહિત શર્મા સાથે પણ ફોટો પડાવ્યો હતો.

lucknow super giants mumbai indians IPL 2026 sports sports news cricket news mohammed shami