10 August, 2025 07:28 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કેરલાના તિરુવનંતપુરમમાં ભેગા થયા હતા અશ્વિન અને સંજુ
ચેન્નઈ સુપર કિંગ્સનો અનુભવી સ્પિનર રવિચન્દ્રન અશ્વિન અને રાજસ્થાન રૉયલ્સનો રેગ્યુલર કૅપ્ટન આગામી IPL સીઝન પહેલાં પોતાની ટીમ છોડી શકે છે. અહેવાલ અનુસાર બન્નેએ પોતાની ટીમ સાથે આ વિશે વાતચીત કરી લીધી છે. અશ્વિનનું છેલ્લી સીઝનનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું, જ્યારે સંજુએ IPL 2025માં ઇન્જરી અને ટીમના ખરાબ પ્રદર્શનને કારણે આંતરિક સંઘર્ષનો સામનો કર્યો હતો.
અશ્વિન CSK ઍકૅડેમીમાં ઑપરેશન્સ ડિરેક્ટર તરીકેની તેની ભૂમિકા પણ છોડી શકે છે જે પદ તે છેલ્લા એક વર્ષથી સંભાળી રહ્યો છે, જેથી તે બીજી ટીમમાં જોડાય તો સંઘર્ષની સ્થિતિ ઊભી ન થાય. સંજુ સૅમસન રાજસ્થાન છોડીને ચેન્નઈ સાથે જોડાઈ એવી પ્રબળ શક્યતા છે.