09 May, 2026 08:17 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડયા
કૅપ્ટન હાર્દિક પંડ્યા રવિવારે મોડી રાતે છત્તીસગઢના રાયપુરમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સાથે જોડાયો છે. સોમવારે કમરના દુખાવાને કારણે હાર્દિક વાનખેડે સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમી શક્યો નહોતો. તેની ઇન્જરી નાની હોવાનું કહેવાય છે અને લખનઉ સામેની મૅચ માટે તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. ૪ એપ્રિલે બીમારીને કારણે તે દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં પણ રમ્યો નહોતો. આ બન્ને મૅચમાં હાર્દિકને સ્થાને કૅપ્ટન્સી કરનાર સૂર્યકુમાર યાદવ બેબી ગર્લના જન્મને કારણે રાયપુરમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની મૅચ માટે ટીમ સાથે જોડાશે કે નહીં એના પર સૌની નજર રહેશે. ૭ હાર અને ૩ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સ પૉઇન્ટ-ટેબલ પર નવમા સ્થાને છે અને પ્લેઑફમાં પોતાની પાતળી આશા જીવંત રાખવા માટે બાકીની દરેક મૅચ એણે જીતવાની જરૂર છે.