29 December, 2025 09:31 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
૩૦ વર્ષના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને કોલકાતા નાઇટ રાઇડર્સે ૯.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે
ઉજ્જૈનના ધાર્મિક નેતાઓએ IPL 2026ના એકમાત્ર બંગલાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહમાન વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું છે. બંગલાદેશમાં હિન્દુઓ પર થયેલા તાજેતરના હુમલાઓ પર ગુસ્સો વ્યક્ત કરતાં ધાર્મિક નેતાઓએ ચોંકાવનારી ચેતવણી આપી છે.
ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય પૂજારી મહાવીર નાથે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જો બંગલાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને આગામી સીઝનમાં રમવાની મંજૂરી આપવામાં આવશે
તો IPL 2026ની મૅચોમાં ખલેલ પાડવામાં આવશે. સ્ટેડિયમ પર હુમલો થશે અને એ બંગલાદેશી ક્રિકેટરને લગતી મૅચોને રોકવા માટે પિચને નુકસાન પહોંચાડવામાં આવશે. દેશના અધિકારીઓ બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને અવગણી રહ્યા છે.’ અહેવાલ અનુસાર ભારતમાં અન્ય ધાર્મિક સંગઠનોએ પણ આવી જ ચેતવણીઓ જારી કરી શકે છે.
૩૦ વર્ષના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને કોલકાતા નાઇટ રાઇડર્સે ૯.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ૨૦૧૬થી તેણે IPLમાં પાંચ ટીમ માટે ૬૦ મૅચ રમી છે જેમાં તેણે ૬૫ વિકેટ ઝડપી છે. અહેવાલ એવા પણ મળી રહ્યા છે કે નૅશનલ ડ્યુટીને કારણે IPL 2026માં અમુક જ મૅચ રમી શકશે.