દિશાંત યાજ્ઞિકને કોલકાતા નાઇટ રાઇડર્સે ફીલ્ડિંગ-કોચ તરીકે નિયુક્ત કર્યો

22 January, 2026 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનમાં જન્મેલો ૪૨ વર્ષનો દિશાંત યાજ્ઞિક છેલ્લી IPL સીઝન સુધી રાજસ્થાન રૉયલ્સનો ફીલ્ડિંગ-કોચ હતો

દિશાંત યાજ્ઞિક

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ પોતાના કોચિંગ-સ્ટાફમાં વધુ એક નામનો સમાવેશ કર્યો છે. હેડ કોચ અભિષેક નાયર, મેન્ટર ડ્વેઇન બ્રાવો, બોલિંગ કોચ ટિમ સાઉધી, બૅટિંગ કોચ શેન વૉટ્સન અને પાવર હીટિંગ કોચ ઍન્દ્રે રસેલ બાદ દિશાંત યાજ્ઞિકને ફીલ્ડિંગ-કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

રાજસ્થાનમાં જન્મેલો ૪૨ વર્ષનો દિશાંત યાજ્ઞિક છેલ્લી IPL સીઝન સુધી રાજસ્થાન રૉયલ્સનો ફીલ્ડિંગ-કોચ હતો. ૨૦૧૧થી ૨૦૧૪ સુધી તે રાજસ્થાન માટે IPLમાં ૨૫ મૅચમાં વિકેટકીપર-બૅટર તરીકે ૧૭૦ રન કરી ચૂક્યો છે. આ દરમ્યાન તેણે ૧૨ કૅચ પકડીને પાંચ સ્ટમ્પિંગ કર્યાં હતાં. રાજસ્થાનની ડોમેસ્ટિક ટીમ માટે તે ૫૦ ફર્સ્ટ ક્લાસ મૅચ અને ૪૧ લિસ્ટ A મૅચ પણ રમ્યો છે. 

kolkata knight riders IPL 2026 indian premier league cricket news sports sports news