23 March, 2026 12:56 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
અભિષેક શર્મા અને ઈશાન કિશન ગઈ કાલે સનરાઇઝર્સ હૈદરાબાદના ફૅન્સની મીટ ઍન્ડ ગ્રીટ ઇવેન્ટમાં જોડાયા હતા.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના પ્લેયર્સ વચ્ચે ઇન્ટ્રા-સ્ક્વૉડ પ્રૅક્ટિસ-મૅચ રમાઈ હતી. ગ્રુપ B તરફથી રમતાં ઈશાન કિશને ૨૫ બૉલમાં ૭૨ રન ઝૂડી નાખ્યા હતા. ગ્રુપ Bએ ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૮૨ રન કર્યા હતા. ગ્રુપ-Aની ટીમે ૯ વિકેટ ગુમાવીને ૨૫૩ રન કર્યા હતા. અભિષેક શર્માએ ગ્રુપ માટે રમીને ૪૨ બૉલમાં શાનદાર ૯૪ રન કર્યા હતા.
હૅન્રીક ક્લાસેને ૩૧ બૉલમાં ૪૯ રન, સલિલ અરોરાએ ૨૬ બૉલમાં ૫૬ રન, ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે પાંચ વિકેટ, હર્ષલ પટેલ-નીતીશ કુમાર રેડ્ડીએ ૩-૩ વિકેટ લઈને પ્રભાવિત કર્યા હતા. રેગ્યુલર કૅપ્ટન પૅટ કમિન્સ વગર IPL 2026માં મજબૂત શરૂઆત કરવા પ્લેયર્સ તનતોડ મહેનત કરતા જોવા મળ્યા હતા.