16 December, 2025 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવદત્ત પડિક્કલ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના યંગ બૅટર દેવદત્ત પડિક્કલે ડ્રેસિંગ રૂમ વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે.
તે કહે છે કે ‘જ્યારે પણ કોઈ અન્ય ટીમનો પ્લેયર RCBના ડ્રેસિંગ રૂમમાં આવે છે ત્યારે સૌથી પહેલાં વિરાટ કોહલીનું બૅટ ઉપાડે છે અને મેદાન પર તે જે કરે છે એની નકલ કરવાનો પ્રયાસ કરે છે. દરેકને તેનું બૅટ જોઈએ છે. ડ્રેસિંગ રૂમમાં આવનાર દરેક વ્યક્તિ ટીમના સૌથી સિનિયર ખેલાડીને જુએ છે અને અપેક્ષા રાખે છે કે તે તેમને બૅટ આપે.’