21 May, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્લેસિંગ મુઝરબાની
સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુન્ગી એન્ગિડી ૨૬ મેથી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)નો સાથ છોડીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની તૈયારી માટે સ્વદેશ જશે. એક કરોડ રૂપિયાના આ પ્લેયરના સ્થાને બૅન્ગલોરે ઝિમ્બાબ્વેના ૨૮ વર્ષના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાનીને ૭૫ લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.
૬ ફુટ ૮ ઇંચ લાંબો આ ખતરનાક ફાસ્ટ બોલર પાકિસ્તાન સુપર લીગ સહિત ચાર મોટી T20 લીગમાં રમીને કુલ ૧૧૮ T20 મૅચમાં ૧૨૭ વિકેટ લઈ ચૂક્યો છે. ૧૩૭ ઇન્ટરનૅશનલ મૅચમાં ૧૯૮ વિકેટ લેનાર મુઝરબાની IPL 2022માં લખનઉ સુપર જાયન્ટ્સ સાથે નેટ-બોલર તરીકે જોડાયો હતો. ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડની ઇન્જરીની ચિંતાઓ વચ્ચે આ ટુર્નામેન્ટમાં ડેબ્યુ માટે તૈયાર મુઝરબાની પ્લેઑફમાં બૅન્ગલોર માટે મહત્ત્વનો ભાગ ભજવી શકે છે.