26 April, 2025 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોલકાતા નાઇટ રાઇડર્સના મેન્ટર ડ્વેઇન બ્રાવો સાથે ફાસ્ટ બોલર ઉમરાન મલિક.
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)નો ૭૫ લાખ રૂપિયાનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક સીઝનની શરૂઆતમાં જ ઇન્જરીને કારણે બહાર થઈ ગયો હતો. પચીસ વર્ષનો આ ભારતીય બોલર ગઈ કાલે કલકત્તાના કૅમ્પમાં જોડાયો છે. તે સત્તાવાર રીતે ટીમ સાથે રમવા માટે જોડાયો નથી. તે ટીમ અને સપોર્ટ-સ્ટાફ સાથે પોતાની ફિટનેસ પર કામ કરીને મેદાન પર પરત ફરવાની તૈયારી કરશે.