05 April, 2025 02:23 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
અંગક્રિશ રઘુવંશી, વેન્કટેશ ઐયર, હર્ષિત રાણાએ પ્લેયર ઑફ ધ મૅચ બોલર વૈભવ અરોરા પર કેક લગાવીને જીતની ઉજવણી કરી હતી.
ગુરુવારે ઈડન ગાર્ડન્સમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે ૮૦ રનની આ સીઝનની સૌથી મોટી જીત નોંધાવવાની સાથે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ એક અનોખી સિદ્ધિ મેળવી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સ IPLના ઇતિહાસમાં ત્રણ અલગ-અલગ ટીમો સામે ૨૦ કે એથી વધુ જીત નોંધાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. પંજાબ કિંગ્સ (૨૧ જીત) અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ (૨૦ જીત) બાદ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તાએ હૈદરાબાદ (૨૦ જીત) સામે પણ આ સિદ્ધિ મેળવી છે.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ કલકત્તા (૨૪ જીત) અને ચેન્નઈ સુપર કિંગ્સ (૨૦ જીત) સામે આ સિદ્ધિ મેળવી ચૂકી છે, જ્યારે ચેન્નઈની ટીમ માત્ર બૅન્ગલોર (૨૧ જીત) સામે ૨૦ કે એથી વધુ જીત મેળવી શકી છે.
એક હરીફ ટીમ સામે સૌથી વધુ જીત મેળવનારી ટીમ
કલકત્તા સામે મુંબઈની ૨૪ જીત
બૅન્ગલોર સામે ચેન્નઈની ૨૧ જીત
પંજાબ સામે કલકત્તાની ૨૧ જીત
ચેન્નઈ સામે મુંબઈની ૨૦ જીત
બૅન્ગલોર સામે કલકત્તાની ૨૦ જીત
હૈદરાબાદ સામે કલકત્તાની ૨૦ જીત