લાગલગાટ ચાર મૅચ હારીને પ્લેઑફની રેસમાંથી આઉટ થયેલી રિષભ પંત ઍન્ડ કંપનીને સમર્થન આપ્યું માલિક સંજીવ ગોયનકાએ

22 May, 2025 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Lucknow Super Giants owner Sanjiv Goenka shared a special post after the franchise`s elimination from the IPL 2025 playoffs race.

એકાના સ્ટેડિયમમાં કૅપ્ટન રિષભ પંત અને અન્ય પ્લેયર્સ સાથે હળવા મૂડમાં જોવા મળ્યા માલિક સંજીવ ગોયનકા

લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ સોમવારે મળેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર સાથે પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હમણાં સુધી ૧૨માંથી માત્ર પાંચ મૅચ જીતનાર લખનઉની ટીમ પોતાની છેલ્લી ચારેય મૅચ હારી ચૂકી છે. લખનઉ હવે પોતાની અંતિમ મૅચ ગુજરાત ટાઇટન્સ (બાવીસમી મે) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (૨૭ મે) સામે રમશે.

ટીમના આ ખરાબ પ્રદર્શન બાદ માલિક સંજીવ ગોયનકાએ કૅપ્ટન રિષભ પંત સહિતના પ્લેયર્સ સાથેનો ફોટો શૅર કરીને લખ્યું કે ‘સીઝનનો બીજો ભાગ પડકારજનક રહ્યો છે, પરંતુ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. ઉત્સાહ, પ્રયત્ન અને શ્રેષ્ઠતાની ક્ષણો આપણને આગળ વધવા માટે ઘણું બધું આપે છે. બે મૅચ બાકી છે; ચાલો, ગર્વથી રમીએ અને સીઝનનો અંત મજબૂતીથી કરીએ.’ ૨૦૨૨ અને ૨૦૨૩માં એલિમિનેટર મૅચ રમનાર લખનઉની ટીમ ૨૦૨૪ બાદ ૨૦૨૫માં પણ પ્લેઑફમાં પહોંચી શકી નથી.

IPL 2025માં સૌથી વધુ ૭ વખત સિંગલ ડિજિટના સ્કોરે આઉટ થયો લખનઉ સુપર જાયન્ટ્સનો કૅપ્ટન રિષભ પંત

૨૭ કરોડ રૂપિયાના સૌથી મોંઘા પ્લેયર અને લખનઉ સુપર જાયન્ટ્સના કૅપ્ટન રિષભ પંત માટે હાલની IPL સીઝન સૌથી ખરાબ રહી છે. આ સીઝનમાં તે ૧૨ મૅચની માત્ર એક ફિફટીની મદદથી ૧૩૫ રન કરી શક્યો છે. તે આ સીઝનમાં ૧૧ ઇનિંગ્સમાંથી ૭ વાર સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થયો છે જે એક સીઝનમાં તેનો સૌથી વધુનો રેકૉર્ડ છે. આ પહેલાં તે ૨૦૧૭માં ૬ વાર સિંગલ ડિજિટની ઇનિંગ્સમાં સમેટાયો હતો.

વર્તમાન સીઝનમાં પણ તે સૌથી વધુ સિંગલ ડિજિટ સ્કોર કરનાર પ્લેયર રહ્યો છે. તેના પછી ગુજરાત ટાઇટન્સનો ઑલરાઉન્ડર રાહુલ તેવટિયા ૬ વાર સાથે બીજા ક્રમે છે. રિષભ પંતે એક સીઝનમાં ભારતીય કૅપ્ટન તરીકે લોએસ્ટ ૧૨.૨૭ની ઍવરેજથી રન બનાવ્યા છે. આ મામલે તેણે મહેન્દ્ર સિંહ ધોનીના ૨૦૨૧ના ૧૬.૨૮ની ઍવરેજનો અનિચ્છનીય રેકૉર્ડ તોડ્યો છે.

lucknow super giants sunrisers hyderabad IPL 2025 indian premier league cricket news sports sports news Rishabh Pant