ગુજરાત ટેબલમાં ટૉપર બની રહેવા અને રાજસ્થાન પ્રતિષ્ઠા બચાવવા માટે ઊતરશે

28 April, 2025 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જયપુરમાં હોમ ટીમ રાજસ્થાન સામે બન્ને મૅચ જીત્યું છે ગુજરાત. વર્તમાન સીઝનની પહેલી ટક્કરમાં ગુજરાતે ૫૮ રને બાજી મારી હતી. સળંગ પાંચ મૅચ હારનાર રાજસ્થાન સામે ગુજરાત વર્તમાન સીઝનમાં બીજી વાર જીતની હૅટ-ટ્રિક કરવા ઊતરશે.

રિયાન પરાગ

IPL 2025ની ૪૭મી મૅચ આજે રાજસ્થાન રૉયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. રાજસ્થાનની ટીમ માત્ર ૨૦૨૩માં ગુજરાત સામે જીત નોંધાવી શકી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પણ બન્ને વચ્ચે રમાયેલી ૨૦૨૩ અને ૨૦૨૪ની એક-એક મૅચમાં હોમ ટીમ રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો હતો. વર્તમાન સીઝનની પહેલી ટક્કરમાં ગુજરાતે ૫૮ રને બાજી મારી હતી.

સળંગ પાંચ મૅચ હારનાર રાજસ્થાન સામે ગુજરાત વર્તમાન સીઝનમાં બીજી વાર જીતની હૅટ-ટ્રિક કરવા ઊતરશે. ગુજરાત આજે ટોચના સ્થાન પર પોતાની પકડ મજબૂત કરવા અને પ્લેઑફ સ્પોટ મેળવવાની નજીક જવાનો લક્ષ્ય રાખશે. તેમને પ્લેઑફમાં એન્ટ્રી કરવા માત્ર બે જીતની જરૂર છે. આ સીઝનમાં રનના પ્રવાહને નિયંત્રિત કરવામાં અને મહત્ત્વપૂર્ણ ક્ષણોમાં વિકેટ લેવામાં અસમર્થતા રાજસ્થાનને ખૂબ મોંઘી પડી છે જેના કારણે નવમાંથી માત્ર બે મૅચ જીતનાર આ ટીમ બાકીની મૅચોમાં ફક્ત પ્રતિષ્ઠા માટે રમશે.

હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

GTની જીત

RRની જીત

 

gujarat titans rajasthan royals IPL 2025 indian premier league cricket news sports news