23 May, 2025 10:23 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન હળવા મૂડમાં જોવા મળ્યો બૅન્ગલોરને કૅપ્ટન રજત પાટીદાર (ડાબે) અને હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે જબરદસ્ત બૅટિંગ-પ્રૅક્ટિસ કરી (જમણે).
IPL 2025ની ૬૫મી મૅચ આજે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. વરસાદની શક્યતાઓને કારણે બૅન્ગલોરથી લખનઉ શિફ્ટ થયેલી આ મૅચમાં બન્ને ટીમ સીઝનમાં પહેલી વાર ટકરાશે. વર્તમાન સીઝનમાં ૧૨-૧૨ મૅચ રમનાર બૅન્ગલોર ટૉપ-ટૂમાં સ્થાન મજબૂત કરવા અને ગયા વર્ષની રનર-અપ ટીમ હૈદરાબાદ હરીફ ટીમના ઇરાદાઓને ચકનાચૂર કરવા ઊતરશે.
ઑલમોસ્ટ ૨૦ જેટલી IPL મૅચની યજમાની કરનાર લખનઉના એકાના સ્ટેડિયમમાં પહેલી વાર હોમ ટીમ સિવાયની બે ટીમ રમતી જોવા મળશે. આ સ્ટેડિયમમાં બૅન્ગલોર હોમ ટીમ સામે રમેલી એકમાત્ર મૅચ જીત્યું છે, જ્યારે હૈદરાબાદ બે મૅચ રમ્યું છે અને એક જીત અને એક હારનો સામનો કર્યો છે. ન્યુટ્રલ વેન્યુ પર આ બન્ને ટીમ સાત વાર ટકરાઈ છે જેમાંથી હૈદરાબાદે ૪ અને બૅન્ગલોરે ૩ મૅચમાં જીત નોંધાવી છે.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૨૫ |
|
SRHની જીત |
૧૩ |
|
RCBની જીત |
૧૧ |
|
નો-રિઝલ્ટ |
૧ |
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ જેકબ બેથેલના રિપ્લેસમેન્ટ તરીકે ન્યુ ઝીલૅન્ડના વિકેટકીપર-બૅટર ટિમ સેફર્ટને સામેલ કર્યો
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ ગુરુવારે ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન જેકબ બેથેલની જગ્યાએ ન્યુ ઝીલૅન્ડના વિકેટકીપર-બૅટર ટિમ સેફર્ટને ટીમમાં સામેલ કર્યો છે. પોતાની પહેલી IPL સીઝનમાં જેકબ બે મૅચમાં ૬૭ રન જ ફટકારી શક્યો છે. ૨૧ વર્ષના આ બૅટરને બૅન્ગલોરે ૨.૬૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. નૅશનલ ડ્યુટીને કારણે તે બૅન્ગલોર માટે આજની મૅચ બાદ ઉપલબ્ધ રહી શકશે નહીં.
સેફર્ટને RCBએ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે આ ટુર્નામેન્ટમાં ૨૦૨૧માં કલકત્તા (એક મૅચ) અને ૨૦૨૨માં દિલ્હી (બે મૅચ) માટે રમી ચૂક્યો છે. પાકિસ્તાન સુપર લીગ સહિત વિશ્વની ૬ મોટી T20 લીગ રમનાર ટિમ સેફર્ટ ૨૬૨ મૅચમાં ત્રણ સેન્ચુરી અને ૨૮ ફિફ્ટીની મદદથી ૫૮૬૨ રન ફટકારી ચૂક્યો છે.