16 May, 2025 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
૧૭ મેએ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મૅચથી IPL 2025ના બાકીના તબક્કાની ફરી શરૂઆત થશે. ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ વચ્ચે મળેલા એક અઠવાડિયાના બ્રેક દરમ્યાન ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરનાર વિરાટ કોહલી ગઈ કાલે ફરી RCB ટીમ સાથે જોડાયો હતો. ટુર્નામેન્ટના સૌથી રોમાંચક તબક્કા માટે તૈયારી કરતા સમયે તે કલકત્તાના કૅપ્ટન અને તેના સાથી પ્લેયર અજિંક્ય રહાણેને પણ મળ્યો હતો.