ધરમશાલાથી અમદાવાદમાં શિફ્ટ થઈ પંજાબ-મુંબઈ વચ્ચેની IPL મૅચ

09 May, 2025 08:54 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની ૧૧ મેની સીઝનની એકમાત્ર મૅચને ધરમશાલાથી અમદાવાદમાં શિફ્ટ કરવામાં આવી છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે સરહદ નજીકના રાજ્ય હિમાચલ પ્રદેશના ધરમશાલામાં સુરક્ષાનાં કારણોસર ઍરપોર્ટ બંધ કરવામાં આવ્યું

બંને ટીમના કૅપ્ટનસ

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની ૧૧ મેની સીઝનની એકમાત્ર મૅચને ધરમશાલાથી અમદાવાદમાં શિફ્ટ કરવામાં આવી છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે સરહદ નજીકના રાજ્ય હિમાચલ પ્રદેશના ધરમશાલામાં સુરક્ષાનાં કારણોસર ઍરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. હવે IPL 2025ની આ ૬૧મી મૅચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ૧૧ મેએ નિર્ધારિત સમયે બપોરે ૩.૩૦ વાગ્યાથી રમાશે. ફ્લાઇટ્સ રદ થવાને કારણે ગઈ કાલે ધરમશાલામાં મૅચ રમનાર પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સની ટીમે હવે આ રાજ્યની બહાર નીકળવા માટે પડકારનો સામનો કરવો પડી શકે છે.

punjab kings mumbai indians operation sindoor ind pak tension IPL 2025 indian premier league cricket news sports news