25 May, 2025 06:19 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
જયપુરમાં પ્રૅક્ટિસ દરમ્યાન દિલ્હીના કુલદીપ યાદવ, મોહિત શર્મા અને અભિષેક પોરલ તેમ જ પંજાબનો અર્શદીપ સિંહ મજાક-મસ્તી કરતા જોવા મળ્યા હતા.
IPL 2025ની ૬૬મી મૅચ આજે પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે રમાશે. આઠમી મેએ ધરમશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની સીઝનની એકમાત્ર મૅચ સરહદી સંઘર્ષ વધવાને કારણે અધવચ્ચે જ સ્થગિત કરવામાં આવી હતી. આજે જ્યારે મૅચ ફરી રમાશે ત્યારે પંજાબ ટૉપ-ટૂમાં સ્થાન મજબૂત કરવા અને દિલ્હી જીત સાથે આ સીઝનમાંથી વિદાય લેવાનો ટાર્ગેટ રાખશે.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બન્ને ટીમ પહેલી વાર ટકરાશે. ન્યુટ્રલ વેન્યુ પર બન્ને ટીમ નવ વાર આમને-સામને આવી છે જેમાંથી દિલ્હીએ સાત વાર અને પંજાબે માત્ર બે વાર જીત નોંધાવી છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પંજાબ અને દિલ્હી હોમ ટીમ રાજસ્થાન રૉયલ્સ સામે સાત-સાત મૅચ રમ્યાં છે જેમાંથી માત્ર બે-બે મૅચ જીત્યાં છે અને પાંચ-પાંચ મૅચમાં હારનો સામનો કર્યો છે.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૩૪ |
|
PBKSની જીત |
૧૭ |
|
DCની જીત |
૧૬ |
|
નો-રિઝલ્ટ |
૧ |