મુંબઈની લાગલગાટ મૅચો જીતવી એટલે ફાઇનલમાં એન્ટ્રીની ગૅરન્ટી

30 April, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યારે એક સીઝનમાં સળંગ પાંચ પ્લસ મૅચ જીત્યું છે ત્યારે છમાંથી પાંચ વાર ફાઇનલમાં પહોંચ્યું છે મુંબઈ. "જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ શાનદાર ફૉર્મમાં હોય છે ત્યારે બીજી બધી ટીમોએ ડરવું જોઈએ"- ભૂતપૂર્વ ભારતીય સ્પિનર પીયૂષ ચાવલા.

હાર્દિક પંડયા

IPL 2025માં પાંચ વખતની ચૅમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સે શાનદાર કમબૅક કર્યું છે. સીઝનની પહેલી પાંચ મૅચમાં મુંબઈને માત્ર એક મૅચમાં જીત મળી હતી, જ્યારે છેલ્લી પાંચેય મૅચમાં કૅપ્ટન હાર્દિક પંડ્યાની આ ટીમે સળંગ જીત મેળવી છે. ૧૦ મૅચમાંથી છ જીત મેળવી મુંબઈએ ૧૨ પૉઇન્ટ સાથે ટૉપ-ફોરમાં સ્થાન જાળવી રાખ્યું છે.

મુંબઈએ લાગલગાટ મૅચો જીતવાને લઈને કેટલાક રસપ્રદ આંકડા સામે આવ્યા છે. મુંબઈ ૨૦૨૫ પહેલાં ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૨૦માં સળંગ પાંચ પ્લસ મૅચ જીત્યું છે. આ દરમ્યાન છમાંથી પાંચ વાર મુંબઈ ફાઇનલમાં પહોંચ્યું છે. એમાં પણ છેલ્લી ચારેય ઘટનામાં મુંબઈ ચૅમ્પિયન બન્યું છે. ૨૦૦૮માં જ્યારે મુંબઈ છ મૅચ જીત્યું ત્યારે માત્ર ફાઇનલમાં એન્ટ્રી કરતા ચૂકી ગયું હતું. મુંબઈ પોતાનો આ અનોખો રેકૉર્ડ આ સીઝનમાં પણ જાળવી રાખશે એવી આશા ક્રિકેટ-ફૅન્સ રાખી રહ્યા છે.

IPL સીઝનમાં સળંગ મૅચો
જીત્યા બાદ મુંબઈની સ્થિતિ

૨૦૦૮માં સળંગ જીત

પાંચમા ક્રમે

૨૦૧૦માં સળંગ પાંચ જીત

રનર-અપ

૨૦૧૩માં સળંગ પાંચ જીત

ચૅમ્પિયન્સ

૨૦૧૫માં સળંગ પાંચ જીત

ચૅમ્પિયન્સ

૨૦૧૭માં સળંગ જીત

ચૅમ્પિયન્સ

૨૦૨૦માં સળંગ પાંચ જીત

ચૅમ્પિયન્સ

 

hardik pandya mumbai indians IPL 2025 indian premier league cricket news sports news