IPLમાં પંજાબ કિંગ્સમાં ઑસ્ટ્રેલિયાના જ અનકૅપ્ડ ઑલરાઉન્ડર મિચેલ ઓવેનની મૅક્સવેલના રિપ્લેસમેન્ટ તરીકે થઈ એન્ટ્રી

05 May, 2025 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝાલ્મી ટીમ માટે રમી રહ્યો છે. ઑસ્ટ્રેલિયાના ૩૬ વર્ષના અનુભવી ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ (૪.૨૦ કરોડ રૂપિયા) આંગળીમાં ફ્રૅક્ચરને કારણે IPL 2025માં સાત મૅચ રમીને બહાર થયો છે.

મિચેલ ઓવેન

ઑસ્ટ્રેલિયાના ૩૬ વર્ષના અનુભવી ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ (૪.૨૦ કરોડ રૂપિયા) આંગળીમાં ફ્રૅક્ચરને કારણે IPL 2025માં સાત મૅચ રમીને બહાર થયો છે. તેના સ્થાને ઑસ્ટ્રેલિયાના ૨૩ વર્ષના અનકૅપ્ડ ઑલરાઉન્ડર મિચેલ ઓવેનને ૩ કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સમાં સામેલ કરવામાં આવ્યો છે. હાલમાં તે પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝલ્મી ટીમનો ભાગ છે, ત્યાં પેશાવર ઝલ્મી સાથેના કમિટમેન્ટ પૂરા કર્યા બાદ તે IPLમાં જોડાશે એવી સંભાવના છે.

ઇન્ટરનૅશનલ ક્રિકેટનો અનુભવ ન ધરાવતો આ જમણા હાથનો બૅટર અને ઝડપી બોલર પાકિસ્તાન સુપર લીગ, ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ અને સાઉથ આફ્રિકાની SA20 જેવી T20 લીગમાં રમી ચૂક્યો છે. તેણે ૩૪ T20 મૅચની ૩૦ ઇનિંગ્સમાં બે સેન્ચુરી સહિત ૬૪૬ રન ફટકારીને ૧૦ વિકેટ પણ ઝડપી છે. ૧૪ ફર્સ્ટ-ક્લાસ અને ૧૭ લિસ્ટ-A મૅચનો અનુભવ ધરાવતો આ પ્લેયર આ વર્ષે પહેલી વાર IPL રમતો જોવા મળી શકે છે. 

glenn maxwell punjab kings IPL 2025 indian premier league cricket news sports news