મુંબઈની પલટન સામે હૈદરાબાદી ટીમે કરવું પડશે બાઉન્સબૅક

23 April, 2025 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL 2025ની ૪૧મી મૅચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. ખરાબ ફૉર્મમાં ચાલી રહેલી હૈદરાબાદી ટીમને જીતની હૅટ-ટ્રિક કરીને આવેલી મુંબઈની પલટન તરફથી જબરદસ્ત પડકાર મળશે. સાત મૅચમાં બે જીત બાદ સનરાઇઝર્સની સ્થિતિ સારી નથી.

હાર્દિક પંડયા અને પૅટ કમિન્સ

IPL 2025ની ૪૧મી મૅચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. ખરાબ ફૉર્મમાં ચાલી રહેલી હૈદરાબાદી ટીમને જીતની હૅટ-ટ્રિક કરીને આવેલી મુંબઈની પલટન તરફથી જબરદસ્ત પડકાર મળશે. સાત મૅચમાં બે જીત બાદ સનરાઇઝર્સની સ્થિતિ સારી નથી. તેમના સ્ટાર બૅટ્સમેનો સહિત બોલરો પણ પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયા છે. ઑલમોસ્ટ એક અઠવાડિયા બાદ મેદાન પર રમવા ઊતરનાર હૈદરાબાદી ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર નવા ઉત્સાહ સાથે રમીને બાઉન્સબૅક કરશે એવી આશા આ ટીમના ફૅન્સ રાખશે.

હૈદરાબાદને ૧૭ એપ્રિલે પોતાની છેલ્લી મૅચમાં મુંબઈ સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે રસાકસીનો જંગ જોવા મળશે. આ સ્ટેડિયમમાં બન્ને ટીમ નવ વાર આમને-સામને આવી છે જેમાં પાંચ વાર હૈદરાબાદ અને ચાર વાર મુંબઈએ જીત મેળવી છે. મુંબઈ પાસે આ ટીમ સામે હૅટ-ટ્રિક જીત નોંધાવવાની પણ તક રહેશે.

હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૨૪

SRHની જીત

૧૪

MIની જીત

૧૦

 

mumbai indians sunrisers hyderabad IPL 2025 indian premier league cricket news sports news