મેગા આૅક્શનમાં અનસોલ્ડ રહેલા મયંક અગરવાલને પોતાની પહેલી IPL ટીમ બૅન્ગલોરમાં મળી એન્ટ્રી

09 May, 2025 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો ઇન્જર્ડ ટૉપ ઑર્ડર બૅટર દેવદત્ત પડિક્કલ ઇન્જરીને કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે. બે કરોડ રૂપિયાનો આ પ્લેયર જમણા પગમાં સ્નાયુની ઇન્જરીને કારણે આગળ રમી શકશે નહીં.

બૅન્ગલોર કૅમ્પમાં વિરાટ કોહલીએ મયંક અગરવાલનું સ્વાગત કર્યું

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો ઇન્જર્ડ ટૉપ ઑર્ડર બૅટર દેવદત્ત પડિક્કલ ઇન્જરીને કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે. બે કરોડ રૂપિયાનો આ પ્લેયર જમણા પગમાં સ્નાયુની ઇન્જરીને કારણે આગળ રમી શકશે નહીં. વર્તમાન સીઝનમાં તેણે ૧૦ મૅચમાં બે ફિફ્ટીની મદદથી ૨૪૭ રન ફટકાર્યા છે.

પડિક્કલના સ્થાને બૅન્ગલોરમાં જન્મેલા ૩૪ વર્ષના બૅટર મયંક અગરવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. IPL 2011માં બૅન્ગલોર તરફથી આ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરનાર મયંકને એક કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં ટીમમાં એન્ટ્રી આપવામાં આવી છે. મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહેલા મયંકે ૧૨૭ IPL મૅચમાં એક સેન્ચુરી અને ૧૩ ફિફ્ટીની મદદથી ૨૬૬૧ રન બનાવ્યા છે. ૨૧૧ T20 મૅચનો અનુભવ ધરાવતો મયંક પોતાની પહેલી ત્રણ IPL સીઝન બૅન્ગલોર માટે જ રમ્યો હતો. દેવદત્ત પડિક્કલ પગના સ્નાયુમાં ઇન્જરીને કારણે બહાર થયો

virat kohli mayank agarwal royal challengers bangalore IPL 2025 indian premier league cricket news sports news