નંબર વન ટીમ ગુજરાતને હરાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી વાર જીત્યું લખનઉ

23 May, 2025 10:01 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

મિચલ માર્શ અને પૂરને લખનઉ માટે બીજી વિકેટની રેકૉર્ડ પાર્ટનરશિપ કરીને ગુજરાતના બોલર્સને હંફાવ્યા, અંતિમ ઓવર્સમાં ૨૦ રનની અંદર છ વિકેટ ગુમાવીને હાર્યું ગુજરાત

લખનઉના બોલર વિલિયમ ઓરોર્કેએ ૨૭ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

લખનઉએ માત્ર બે વિકેટના નુકસાન સાથે ખડકી દીધા ૨૩૫ રન, ગુજરાત નવ વિકેટે ૨૦૨ રન બનાવીને ૩૩ રને હાર્યું

IPL 2025ની ૬૪મી મૅચમાં ગુજરાત ટાઇટન્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સે ૩૩ રને રોમાંચક જીત મેળવી હતી. લખનઉએ પોતાનો રેકૉર્ડ ૧૭ સિક્સર અને મિચલ માર્શની શાનદાર સેન્ચુરીના આધારે બે વિકેટના નુકસાન સાથે ૨૩૫ રન ખડકી દીધા હતા. ગુજરાતની ટીમે શાહરુખ ખાનની ૫૭ રનની ઇનિંગ્સની મદદથી નવ વિકેટે ૨૦૨ રન ફટકાર્યા હતા.

પૉઇન્ટ્સ ટેબલની નંબર વન ટીમ ગુજરાત સામે જીતની હૅટ-ટ્રિક કરીને લખનઉએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી જીત નોંધાવી હતી. આ સ્ટેડિયમમાં રમાયેલી ૨૦૨૩ની એકમાત્ર મૅચમાં ગુજરાત સામે ૫૬ રને હાર મળી હતી. 

ટૉસ હારીને પહેલાં બૅટિંગ માટે ઊતરનાર લખનઉના ઓપનર્સ એઇડન માર્કરમ (૨૪ બૉલમાં ૩૬ રન) અને મિચલ માર્શે (૬૪ બૉલમાં ૧૧૭ રન) પહેલી વિકેટ માટે ૯૧ રનની ધમાકેદાર પાર્ટનરશિપ કરી હતી. ત્યાર બાદ વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન (૨૭ બૉલમાં ૫૬ રન અણનમ) સાથે મળીને મિચલ માર્શે લખનઉ માટે બીજી વિકેટની હાઇએસ્ટ ૧૨૧ રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર ૨૦૦ને પાર પહોંચાડ્યો હતો. કૅપ્ટન રિષભ પંતે (૬ બૉલમાં ૧૬ રન અણનમ) પણ શાનદાર ઇનિંગ્સ રમીને સ્કોરમાં વધારો કર્યો હતો.

લખનઉના બૅટર્સ સામે છ બોલર્સનો ઉપયોગ કરનાર ગુજરાતના માત્ર બે બોલર્સ સ્પિનર સાઈ કિશોર અને ફાસ્ટ બોલર અર્શદ ખાન એક-એક વિકેટ મેળવી શક્યા હતા. પર્પલ કૅપ-હોલ્ડર પ્રસિદ્ધ ક્રિષ્ના ૧૧ મૅચ બાદ વિકેટલેસ રહ્યો હતો. તેની સાધારણ બોલિંગને કારણે લખનઉએ એક ઇનિંગ્સમાં પોતાના હાઇએસ્ટ ૧૭ સિક્સર ફટકાર્યા હતા.

૨૩૬ રનના વિશાળ ટાર્ગેટ સામે ગુજરાતે પોતાના ત્રણેય ટૉપ ઑર્ડર બૅટર્સ સાઈ સુદર્શન (૧૬ બૉલમાં ૨૧ રન), શુભમન ગિલ (૨૦ બૉલમાં ૩૫ રન) અને જોસ બટલર (૧૮ બૉલમાં ૩૩ રન)ની ૯.૩ ઓવર્સમાં ૯૬ રનના સ્કોર પર વિકેટ ગુમાવી દીધી હતી. ચોથી વિકેટ માટે શાહરુખ ખાન (૨૯ બૉલમાં ૫૭ રન) અને શેરફેન રૂધરફોર્ડ (બાવીસ બૉલમાં ૩૮ રન) ૮૬ રનની પાર્ટનરશિપ કરી રન-ચેઝની આશા જીવંત રાખી હતી, પણ છેલ્લી ચાર ઓવર્સમાં ૨૦ રનની અંદર છ વિકેટ ગુમાવતાં તેમણે લય ગુમાવી દીધી હતી. લખનઉના ફાસ્ટ બોલર વિલિયમ ઓરોર્કેએ (૨૭ રનમાં ત્રણ વિકેટ) કેટલીક મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ તોડી હતી.

મિચલ માર્શનું પ્રદર્શન

રન

૧૧૭

બૉલ

૬૪

ચોગ્ગા

૧૦

છગ્ગા

સ્ટ્રાઇક-રેટ

૧૮૨.૮૧

100
આટલા સિક્સર લખનઉ માટે ફટકારનાર પહેલો બૅટર બન્યો નિકોલસ પૂરન.

9
હાઇએસ્ટ આટલા પ્લેયર્સે એક IPL સીઝનમાં ૫૦૦ પ્લસ રન કરવાનો રેકૉર્ડ કર્યો.  

IPLમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નો-રિઝલ્ટ

નેટ રન-રેટ

પૉઇન્ટ

ગુજરાત

૧૩

+૦.૬૦૨

૧૮

બૅન્ગલોર

૧૨

+૦.૪૮૨

૧૭

પંજાબ

૧૨

+૦.૩૮૯

૧૭

મુંબઈ

૧૩

+૧.૨૯૨

૧૬

દિલ્હી

૧૩

-૦.૦૧૯ 

૧૩

કલકત્તા

૧૩

+૦.૧૯૩

૧૨

લખનઉ

૧૩

-૦.૩૩૭

૧૨

હૈદરાબાદ

૧૨

-૧.૦૦૫

રાજસ્થાન

૧૪

૧૦

-૦.૫૪૯

ચેન્નઈ

૧૩

૧૦

-૧.૦૩૦

IPLમાં સેન્ચુરી ફટકારનાર પહેલી ભાઈઓની જોડી

ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર મિચલ માર્શે ગઈ કાલે ૫૬ બૉલમાં પોતાની પહેલી IPL સેન્ચુરી ફટકારી હતી. તેની T20 કરીઅરની ૨૦૦મી મૅચમાં તેણે પોતાનો હાઇએસ્ટ ૧૧૭ રનનો સ્કોર ખડકી દીધો છે. તે વર્તમાન સીઝનમાં સેન્ચુરી કરનાર અને લખનઉ માટે એક સીઝનમાં ૫૦૦ પ્લસ રન કરનાર પહેલો વિદેશી બૅટર બન્યો છે.

શૉન માર્શે ૨૦૦૮માં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ માટે રાજસ્થાન રૉયલ્સ સામે સેન્ચુરી ફટકારી હતી.

તેના મોટા ભાઈ શૉન માર્શે ૨૦૦૮માં એ સમયની કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ માટે રાજસ્થાન રૉયલ્સ સામે ૬૯ બૉલમાં ૧૧૫ રન કરીને IPL કરીઅરની એકમાત્ર સેન્ચુરી ફટકારી હતી. આ સાથે ઑસ્ટ્રેલિયન ભાઈઓ IPLમાં સેન્ચુરી કરનાર પહેલી ભાઈઓની જોડી બની ગયા છે.

indian premier league IPL 2025 lucknow super giants gujarat titans mitchell marsh narendra modi stadium Rishabh Pant cricket news sports news sports