06 April, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કામિન્દુ મેન્ડિસ
શ્રીલંકાના સ્પિન ઑલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી IPL ડેબ્યુ કરીને એક શાનદાર સિદ્ધિ મેળવી હતી. તે ૨૦૦૮થી રમાતી IPL ટુર્નામેન્ટમાં બન્ને હાથથી બોલિંગ કરનાર પહેલવહેલો બોલર બની ગયો છે. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૧૩મી ઓવરમાં બન્ને હાથથી ત્રણ-ત્રણ બૉલ ફેંક્યા હતા. તેણે મૅચ દરમ્યાન કરેલી આ એકમાત્ર ઓવરમાં ચાર રન આપીને ઓપનર અંગક્રિશ રઘુવંશી (૩૨ બૉલમાં ૫૦ રન)ને કૅચઆઉટ કરાવ્યો હતો. તે આ મૅચમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૨૦ બૉલમાં ૨૭ રનની ઇનિંગ્સ પણ રમ્યો હતી. હૈદરાબાદે મેગા ઑક્શનમાં ૨૬ વર્ષના આ ક્રિકેટરને ૭૫ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.