લખનઉને પ્લેઆૅફમાંથી આઉટ કરી દીધું હૈદરાબાદે

20 May, 2025 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લખનઉએ સાત વિકેટ ગુમાવી ૨૦૫ રન ખડકી દીધા, પણ હૈદરાબાદે ચાર વિકેટે ૨૦૬ રન ફટકારીને ૬ વિકેટે જીત મેળવી લીધી

સ્પિનર દિગ્વેશ રાઠીના સેલિબ્રેશનથી નારાજ અભિષેક શર્મા આઉટ થયા બાદ ભડક્યો. અભિષેકે ૨૦ બૉલમાં આક્રમક ૫૯ રન ફટકારીને હૈદરાબાદને જીતની નજીક પહોંચાડી દીધું હતું. લખનઉના રાઠીએ પણ બે વિકેટ લીધી હતી.

હૈદરાબાદે લખનઉને તેના જ હોમ ગ્રાઉન્ડમાં પહેલી વાર માત આપી, અભિષેક શર્માએ ચોથી વાર ૨૦થી ઓછા બૉલમાં ફિફ્ટી ફટકારી

IPL 2025ની ૬૧મી મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ૬ વિકેટે જીત મેળવીને લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઑફમાં પહોંચવાની આશા પર પાણી ફેરવી દીધું હતું. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં લખનઉએ ઓપનર્સની ૧૧૫ રનની પાર્ટનરશિપના આધારે સાત વિકેટ ગુમાવીને ૨૦૫ રન ખડકી દીધા હતા. હૈદરાબાદે ઓપનર અભિષેક શર્માની ૧૮ બૉલની ફિફ્ટીના આધારે ૧૮.૨ ઓવરમાં ચાર વિકેટે ૨૦૬ રન ફટકારી લખનઉને તેના જ હોમ ગ્રાઉન્ડ પર પહેલી વાર માત આપી હતી. આ હારને કારણે લખનઉ (૧૦ પૉઇન્ટ) પ્લેઑફ માટે જરૂરી ૧૬ પૉઇન્ટ સુધી પણ પહોંચી શકશે નહીં. 

લખનઉના માર્કરમે (૩૮ બૉલમાં ૬૧ રન) સાથી ઓપનર મિચલ માર્શ (૩૯ બૉલમાં ૬૫ રન) સાથે પહેલી વિકેટની ૧૧૫ રન અને નિકોલસ પૂરન (૨૬ બૉલમાં ૪૫ રન) સાથે ત્રીજી વિકેટની ૩૫ રનની પાર્ટનરશિપ કરીને હોમ ગ્રાઉન્ડ પર આ સીઝનનો હાઇએસ્ટ ૨૦૫ રનનો સ્કોર ખડકી દીધો હતો. કૅપ્ટન રિષભ પંત (૬ બૉલમાં ૭ રન) ફરી ફ્લૉપ રહ્યો હતો. હૈદરાબાદ માટે ઈશાન મલિંગાએ (૨૮ રનમાં બે વિકેટ) સૌથી પ્રભાવશાળી બોલિંગ કરી હતી.

૨૦૬ રનના ટાર્ગેટ સામે હૈદરાબાદના અભિષેક શર્મા (૨૦ બૉલમાં ૫૯ રન) અને ઈશાન કિશને (૨૮ બૉલમાં ૩૫ રન) બીજી વિકેટ માટે માત્ર ૩૫ બૉલમાં ૮૨ રનની ભાગીદારી કરીને રન-ચેઝને સરળ બનાવી દીધો હતો. અભિષેક શર્માને આ ટુર્નામેન્ટમાં ૨૦ કે એથી ઓછા બૉલમાં સૌથી વધુ ચાર વાર ફિફ્ટી ફટકારનાર ભારતીય તરીકેની સિદ્ધિ મળી હતી. હેન્રિક ક્લાસેને (૨૮ બૉલમાં ૪૭ રન) ચોથી વિકેટ માટે રિટાયર્ડ હર્ટ થયેલા કામિન્દુ મેન્ડિસ (૨૧ બોલમાં ૩૨ રન) સાથે પંચાવન રનની ભાગીદારી કરીને જીત સુનિશ્ચિત કરી હતી.  લખનઉ માટે સ્પિનર દિગ્વેશ રાઠી (૩૭ રનમાં બે વિકેટ) સૌથી સફળ રહ્યો હતો.

IPLમાં પહેલી વાર બની આ ઘટના 
IPLની એક સીઝનમાં પહેલી વાર એક ટીમના ત્રણ વિદેશી પ્લેયર્સે ૪૦૦ પ્લસ રન ફટકારવાની સિદ્ધિ લખનઉના નામે થઈ છે. લખનઉના ટૉપ ઑર્ડર બૅટર્સ નિકોલસ પૂરન (૪૫૫ રન), મિચલ માર્શ (૪૩૩ રન) અને એઇડન માર્કરમ (૪૦૯ રન) શાનદાર પ્રદર્શન કર્યું છે.

IPLમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નો-રિઝલ્ટ

નેટ રન-રેટ

પૉઇન્ટ

ગુજરાત

૧૨

+૦.૭૯૫

૧૮

બૅન્ગલોર

૧૨

+૦.૪૮૨

૧૭

પંજાબ

૧૨

+૦.૩૮૯

૧૭

મુંબઈ

૧૨

+૧.૧૫૬

૧૪

દિલ્હી

૧૨

+૦.૨૬૦

૧૩

કલકત્તા

૧૩

+૦.૧૯૩

૧૨

લખનઉ

૧૨

-૦.૫૦૬

૧૦

હૈદરાબાદ

૧૨

-૧.૦૦૫

રાજસ્થાન

૧૩

૧૦

-૦.૭૦૧

ચેન્નઈ

૧૨

-૦.૯૯૨

 

sports news sports cricket news lucknow super giants sunrisers hyderabad IPL 2025 indian premier league