06 May, 2025 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્ષ દુબે
સનરાઇઝર્સ હૈદરાબાદે કર્ણાટકના ડાબોડી બૅટ્સમૅન સ્મરણ રવિચન્દ્રનના સ્થાને ઑલરાઉન્ડર હર્ષ દુબેને ટીમમાં સામેલ કર્યો છે. ઑસ્ટ્રેલિયન સ્પિનર ઍડમ ઝૅમ્પાની ઇન્જરીને કારણે બાવીસ વર્ષના સ્મરણને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પણ તે પોતે પણ ઇન્જર્ડ થતાં તેના રિપ્લેસમેન્ટ તરીકે બાવીસ વર્ષના હર્ષ દુબેને ટીમમાં એન્ટ્રી મળી છે. ૩૦ લાખમાં સામેલ થયેલો સ્મરણ આ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરી શક્યો નથી.
રણજી ટ્રોફીની છેલ્લી સીઝનમાં સૌથી વધુ ૬૯ વિકેટ લેવાનો રેકૉર્ડ કરનાર દુબે ડોમેસ્ટિક ક્રિકેટમાં વિદર્ભ માટે રમે છે. ૩૦ લાખ રૂપિયામાં હૈદરાબાદમાં સામેલ થયેલો દુબે ૪૭૬ રન ફટકારવાના કારણે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ પણ બન્યો હતો. તેની પાસે ૧૬ T20, ૨૦ લિસ્ટ-એ મૅચ અને ૧૮ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમવાનો અનુભવ છે. તેણે તમામ ફૉર્મેટમાં ૧૨૭ વિકેટ લીધી છે અને ૯૪૧ રન બનાવ્યા છે.