23 May, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફઝલહક ફારુકી
અફઘાનિસ્તાનના ૨૪ વર્ષના ફાસ્ટ બોલર ફઝલહક ફારુકીને રાજસ્થાન રૉયલ્સે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ વર્તમાન સીઝનમાં તેણે પાંચ મૅચમાં એક પણ વિકેટ લીધા વગર ૨૦ ઓવરમાં ૨૧૦ રન આપ્યા છે. તે હવે એક T20 ટુર્નામેન્ટમાં વિકેટ લીધા વગર ૨૦૦ પ્લસ રન આપનાર પહેલો બોલર બન્યો છે. એ પહેલાં કૅરિબિયન પ્રીમિયર લીગ ૨૦૧૯માં વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર જેરોમ ટેલરે એક પણ વિકેટ લીધા વગર સૌથી વધુ ૧૯૩ રન આપવાનો અનિચ્છનીય રેકૉર્ડ બનાવ્યો હતો.
ફઝલહક ફારુકીને ગઈ કાલે રાજસ્થાનની આ સીઝનની અંતિમ મૅચમાં પણ રમવાની તક મળી નહોતી. ૨૦૨૨ અને ૨૦૨૩માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ૭ મૅચમાં ૬ વિકેટ લેનાર ફારુકી પોતાની છેલ્લી ૧૦ IPL મૅચમાં જીત અપાવી શક્યો નથી.