દિલ્હી કૅપિટલ્સે રિકી પૉન્ટિંગને હેડ કોચના પદ પરથી કેમ હટાવ્યો?

29 July, 2024 09:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હી કૅપિટલ્સના કો-ઓનર પાર્થ જિંદાલે આ નિર્ણય પાછળનું કારણ જણાવ્યું હતું

રિકી પૉન્ટિંગ

૨૦૧૮થી દિલ્હી કૅપિટલ્સમાં હેડ કોચની ભૂમિકામાં જોવા મળતા ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. દિલ્હી કૅપિટલ્સના કો-ઓનર પાર્થ જિંદાલે આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે ‘અમને એવા કોચિંગ સેટઅપની જરૂર હતી જે ફુલટાઇમ હોય. જે કોઈ પણ દેશ કે શહેરમાં અમારા માટે ઉપલબ્ધ હોય. આ જ કારણ છે કે અમે આ ફેરફાર કર્યો. અમે કોઈ ભારતીય કોચને હાયર કરવાનું વિચારી રહ્યા છીએ.’

આ ફ્રેન્ચાઇઝીના નવા હેડ કોચ તરીકે સૌરવ ગાંગુલીનું નામ ચર્ચામાં છે.

indian premier league IPL 2025 delhi capitals ricky ponting sports sports news cricket news