24 May, 2025 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવના સ્વાગત માટે બનાવેલા કેક પર લખ્યું હતું ‘બૉસ બેબી’
રાજસ્થાન રૉયલ્સે મેગા ઑક્શનમાં બૅટર વૈભવ સૂર્યવંશીને ૧.૧૦ કરોડ રૂપિયામાં ખરીદીને તેને યંગેસ્ટ કરોડપતિ પ્લેયર બનાવી દીધો છે. તેણે આ સીઝનમાં સાત મૅચમાં એક ઐતિહાસિક સેન્ચુરીની મદદથી ૩૬ની ઍવરેજ અને ૨૦૬.૫૫ના પ્રભાવશાળી સ્ટ્રાઇક-રેટથી ૨૫૨ રન બનાવ્યા છે.
રૉયલ્સની વર્તમાન સીઝનની સફર પૂરી થતાં તે બિહારમાં પોતાના હોમટાઉન સમસ્તીપુર પહોંચ્યો હતો જ્યાં ૧૪ વર્ષના વૈભવનું કેક અને ફૂલમાળા સાથે તેના પરિવાર અને સ્થાનિક લોકોએ શાનદાર સ્વાગત કર્યું હતું. આગામી જૂન-જુલાઈમાં આયોજિત ઇંગ્લૅન્ડ-ટૂર પર વૈભવ અન્ડર-19 ટીમ માટે ધમાલ મચાવતો જોવા મળશે.