ચેન્નઈએ આપેલા ૧૬૮ રનના ટાર્ગેટ સામે ૧૩૯ રન બનાવી શક્યું પંજાબ

06 May, 2024 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને ટીમે ગુમાવી ૯ વિકેટ : કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ ૧૦મી વાર હાર્યો ટૉસ, રાજસ્થાન રૉયલ્સના ૨૦૨૨ના રેકૉર્ડની કરી બરાબરી

રવીન્દ્ર જાડેજાની તસવીર

ધરમશાલામાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની પ્રથમ મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને ૨૮ રને હરાવ્યું હતું. પ્રથમ બૅટિંગ કરવા ઊતરેલી ચેન્નઈ રાહુલ ચહલ (૩ વિકેટ) અને હર્ષલ પટેલ (૩ વિકેટ)ની આક્રમક બોલિંગને કારણે ૯ વિકેટ ગુમાવીને ૧૬૭ રન બનાવી શકી હતી. રન ચેઝ કરવા ઊતરેલી કૅપ્ટન સૅમ કરૅનની ટીમ ખરાબ બૅટિંગને કારણે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૯ રન જ બનાવી શકી હતી. સીઝનમાં ૧૦મી વાર ટૉસ હારીને ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે રાજસ્થાન રૉયલ્સના ૨૦૨૨ના રેકૉર્ડની બરાબરી કરી હતી, જેમાં તે સીઝનની પ્રથમ ૧૧માંથી ૧૦ મૅચમાં ટૉસ હાર્યો હતો. IPLઇતિહાસમાં પહેલી વાર મહેન્દ્ર સિંહ ધોની નવમા ક્રમે બૅટિંગ કરવા ઊતર્યો હતો. તે IPLમાં નવમા ક્રમે બૅટિંગ કરનર ચેન્નઈનો પ્રથમ વિકેટકીપર-બૅટર બન્યો હતો. આ પહેલાં ૨૦૦૮-’૦૯ દરમ્યાન રાજસ્થાનના વિકેટકીપર-બૅટર મહેશ રાવતે ૬ વાર નવમા ક્રમે આવીને બૅટિંગ કરી હતી. 

પંજાબના વિકેટકીપર-બૅટર જિતેશ શર્મા સિમરજિત સિંહની ઓવરમાં ઝીરોમાં કૅચઆઉટ થયો હતો, જ્યારે ધોની હર્ષલ પટેલની ઓવરમાં ઝીરોમાં આઉટ થયો હતો. IPL ઇતિહાસની આ પાંચમી ઘટના છે જ્યારે એક મૅચમાં બન્ને ટીમના વિકેટકીપર-બૅટર ઝીરોમાં આઉટ થયા હોય. ૩ વિકેટ અને ૪૩ રન ફટકારીને રવીન્દ્ર જાડેજા પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. T20 વર્લ્ડ કપ પહેલાં શાનદાર ફૉર્મમાં આવેલા જાડેજાએ એક મૅચમાં ૩ વિકેટ અને ૪૦ પ્લસ રન ફટકાર્યા હોય એવી આ ત્રીજી ઘટના છે. 

બન્ને વિકેટકીપર-બૅટર ઝીરોમાં 

મૅચ

વર્ષ

રાજસ્થાન - મુંબઈ

૨૦૧૦

મુંબઈ - રાજસ્થાન

૨૦૧૨

મુંબઈ - હૈદરાબાદ

૨૦૧૮

ગુજરાત - દિલ્હી

૨૦૨૩

પંજાબ - ચેન્નઈ

૨૦૨૪

 

sports news sports cricket news IPL 2024 chennai super kings sunrisers hyderabad