IPL 2024: હૈદરાબાદનો બે રનથી રોમાંચક વિજય પણ પંજાબના બે સ્ટાર્સે જીત્યા દિલ

10 April, 2024 08:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

૬૪ રનમાં ચાર વિકેટથી ૨૦ વર્ષિય નીતિશકુમાર રેડ્ડીએ મૅન વિનિંગ ૩૭ બૉલમાં ૬૪ રન ફટકારીને હૈદરાબાદને ઉગારી ૧૮૨ રન સુધી લઈ ગયો

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ

પંજાબે ૫૮ રનનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી પણ શશાંક સિંહ અને આશુતોષ શર્માએ ૨૭ બૉલમાં અણનમ ૬૬ રન સાથે જબરી લડત આપી દિલ જીતી લીધા પણ ટીમને બે રનથી હારથી બચાવી ન શક્યા. આઇપીએલ (IPL 2024)માં ગઈ કાલે મુલ્લાનપુરમાં યજમાન પંજાબ કિંગ્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જબરા સંઘર્ષ બાદ છેલ્લા બૉલે માત્ર બે રનથી પરાજય જોવો પડ્યો હતો. બન્ને ટીમોના ટૉપ આોર્ડરના બૅટરો ફ્લૉપ રહ્યા હતાં પણ મિડલ ઓર્ડરના કમાલ પરફોર્મન્સને લીધે ચાહકોને છેલ્લા બૉલ સુધી ટક્કર જોવા મળી હતી. 

ટૉપ ફ્લૉપ, મિડલ મૅજિક

પંજાબ કિંગ્સના કૅપ્ટન શિખર ધવને ટૉસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદ (IPL 2024)ને પ્રથમ બૅટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓપનરો ટ્રેવીસ હેડ (૧૫ બૉલમાં ચાર ફોર સાથે ૨૧ રન) અને અભિષેક શર્મા (૧૧ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૬ રન) ૩ ઓવરમાં ૨૭ રન ફટકારીને સારી શરૂઆત કરી હતી પણ ચોથી ઓવરમાં હેડ અને એઇડન માર્કરન (૦) તથા નેકસ્ટ ઓવરમાં અભિષેક શર્માની પેવેલિયન પાછા મોકલીને પંજાબે કમબૅક કયું હતું. ૧૦મી ઓવરમાં ૬૪ રનના સ્કોર પર રાહુલ ત્રિપાઠી (૧૧ રન) પણ આઉટ થઈ જતા હૈદરાબાદ મુશ્કેલમાં મુકાય ગયું હતું. હૈદરબાદને હવે મૅન ઇન ફોર્મ હૅન્રિક ક્લાસૅન ટીમની ઉગારશે એવી આશા હતી પણ એમણે પણ ૯ બૉલમાં ૯ રન બનાવીને વિદાય લેતા મૅચ વન-સાઇડ બની રહેશે એવું લાગવા લાગ્યું હતું. ત્યારે માત્ર ૨૦ વર્ષિય અને ચોથી જ આઇપીએલ મૅચ રમી રહેલા નીતિશકુમાર રેડ્ડીએ બાઝી પોતાના હાથમાં લઈ લીધી હતી અને ૩૭ બૉલમાં પાંચ સિક્સર અને ચાર ફોર સાથે ૬૪ રનની અફલાતુન ઇનિંગ્સને સાથે ટીમે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૮૨ રનના ચૅલેન્જિંગ સ્કોર સુધી દોરી ગયો હતો.

હૈદરાબાદની જેમ પંજાબ (IPL 2024)ના પણ ટૉપ ઓર્ડર બૅટરો ખાસ કંઇ નહોતા કરી શક્યા. કૅપ્ટન શિખર ધવન (૧૪), જૉની બૅરસ્ટૉ (૦) અને ઇમ્પેક્ટ ખેલાડી પ્રભસિમરન સિંહ (૪) ત્રીજી ઓવરની સમાપ્તી સુધીમાં માત્ર ૧૧ રનમાં સ્કોર પર વિદાય લઈ ચુક્યા હતાં. સૅમ કરણ (૨૯ રન) અને સિકંદર રઝા (૨૮ રન) ૩૮ રનની પાર્ટનરશીપ સાથે થોડોક સહારો આપ્યો હતો. જોકે ૧૫.૩ આોવરમાં ૧૧૪ રનમાં ૬ વિકેટની હાલત બાદ તો પંજાબ ટીમે પણ આશા છોડી દીધી હતી. પણ ઓક્શનમાં ભૂલથી ખરીદાયેલા શશાંક સિંહ (૨૫ બૉલમાં એક સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૪૬ રન) અને આશુતોષ શર્માએ (૧૫ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે અણનમ ૩૩ રન) હિંમત નહોતી હારી અને છેલ્લા બૉલ સુધી હૈદરબાદના અધ્ધર શ્વાસે રાખ્યા હતાં. પંજાબને જીત માટે છેલ્લી ૩ ઓવરમાં ૫૦ રનની જરૂરત હતી. ૧૮મી ઓવરમાં ૧૧ અને ૧૯મી ઓવરમાં ૧૦ રન બનતા હવે છેલ્લી ઓવરમાં ૨૯ રનની જરૂરત હતી.

જયદેવ ઉનડકટની એ છેલ્લી ઓવરમાં પહેલા બૉલને આશુતોષ શર્માએ ડિપ મિડ વિકેટ પણ ફટકો માર્યા હતો અને બાઉન્ડરી લાઇન પર નીતિનકુમાર રેડ્ડીના જબરા પ્રયત્ન છતાં કૅચ નહોતો પકડી શક્યો અને સિક્સર ગઈ હતી. ત્યારબાદ ઉનડકટે સતત બે બૉલ વાઇડ ફેક્યા હતાં. હવે પાંચ બૉલમાં ૨૧ રનની જરૂરત હતી. ત્યારબાદના બૉલમાં આશુતોષ શર્માએ લૉન-ઑફમાં ફટકો માર્યા હતો અને બાઉન્ડરી લાઇન પર અબ્દુલ સમદ સમયસર જમ્પ મારવાનું ચૂકી છતાં સિક્સર ગઈ હતી. હવે ચાર બૉલમાં ૧૫ રનની જરૂરત હતી અને પંજાબને જીતની આશા બંધાય હતી. ત્રીજા અને ચોથા બૉલે બે-બે રન બન્યા હતાં. પાંચમો બૉલ ફરી વાઇડ રહ્યો હતો. હવે બે બૉલમા ૧૦ રનની જરૂરત હતી. પાંચમાં બૉલે આશુતોષનો એક આાસાન કૅચ રાહુલ ત્રિપાઠીએ છોડી દીધો હત અને એક જ રન બન્યો હતો. છેલ્લા બૉલે હવે જીત માટે ૯ રનની જરૂરત હતી અને શશાંક સિહે શાનદાર સિક્સર ફટકારી હતી. આમ પંજાબ માત્ર બે રનથી શાનદાર જીતથી દૂર રહી ગયું હતું.

આ જીત સાથે હૈદરબાદ પાંચ મૅચમાં ૬ પૉઇન્ટ અને ૦.૩૪૪ની રનરેટ સાથે પાંચમાં ક્રમાંકે જ્યારે પંજાબ પાંચ મૅચમાં ચાર પૉઇન્ટ અને -૦.૧૯૬ની રનરેટ સાથે છઠ્ઠા ક્રમાંકે રહ્યા હતાં.

૨૦ લાખનો રેડ્ડી બન્યો હીરો

૩૭ બૉલમાં ૬૪ રન અને ૩૩ રનમાં એક વિકેટના શાનદાર પફોર઼્મન્સન સાથે ૨૦ વર્ષિય નીતિશકુમાર રેડ્ડી મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. હૈદરાબાદે તેને ઓક્શનાં ૨૦ લાખમાં ખરીદ્યો હતો. નીતિશકુમારે અત્યાર સુધી ૧૭ ફર્સ્ટ ક્લાસ મૅચોમાં ૧૫૯ રનના હાઈએસ્ટ સ્કોર સાથે ૫૬૬ રન બનાવ્યા છે. ગઈ કાલોન ૬૪ રનનો સ્કોર તેની ટી૨૦ કરિયરનો હાઈએસ્ટ સ્કોર હતો.

મુલ્લાનપુરમાં પંજાબની પહેલી હાર

પંજાબના નવા મેદાન મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સનો આ પહેલો પરાજય હતો. આ પહેલા આ મેદાનમાં રમાયેલી મૅચમાં દિલ્હી સામે પંજાબનો ચાર વિકેટથી જીત થઈ હતી. 

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
રાજસ્થાન ૧.૧૨૦
કલકત્તા 3 ૧.૫૨૮
લખનઉ ૩  ૧  ૬  ૦.૭૭૫
ચેન્નઈ ૦.૬૬૬
હૈદરાબાદ ૦.૩૪૪
પંજાબ -૦.૧૯૬
ગુજરાત -૦.૭૯૭
મુંબઈ -૦.૭૯૭
બૅન્ગલોર -૦.૮૪૩
દિલ્હી -૧.૩૭૦

નંબર ગૅમ

6- ગઈ કાલનો ૦૦નો કૅચ શિખર ધવનનો આઇપીએલમાં ૧૦૦મો કૅચ હતો. આવી કમાલ કરનાર એ વિરાટ કોહલી, સુરેશ રૈના, કાયરન પોલાર્ડ, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા બાદ છઠ્ઠો ખેલાડી બની ગયો હતો.

240 - આઇપીએલમાં કોઈપણ મૅચમાં ચોથી વિકેટના પતન બાદ બન્ને ટીમોએ બનાવેલા ગઈ કાલની મૅચમાં બનેલા ૨૪૦ રન સેકન્ડ હાઈએસ્ટ સ્કોર બની ગયો હતો. આ મામલે હાઈએસ્ટ ૨૫૦ રન છે, જે આ જ સીઝનમાં કલકત્તા અને હૈદરબાદ વચ્ચેની ટક્કરમાં નોંધાયો હતો.

હૈદરાબાદમાં હસરંગાને સ્થાને વિજયકાંત

હૈદરબાદે ઇન્જર્ડર શ્રીલંકન સ્પિનર વાનિન્દુ હસરંગાને સ્થાને ટીમમાં તેના જ દેશના ૨૨ વર્ષિય મિસ્ટરી સ્પિનર વિજયકાંતને સામેલ કયોર઼્ છે. વિજયકાંતને હૈદરબાદે તેની બેઝ પ્રાઇઝ ૫૦ લાખમાં સાઇન કર્યો છે.

IPL 2024 indian premier league sunrisers hyderabad punjab kings cricket news sports sports news