GT vs SRH: આજે ગુજરાતની સતત બીજા પ્લે-ઑફમાં એન્ટ્રી? હૈદરાબાદની એક્ઝિટની હૅટ-ટ્રિક હવે દૂર નથી

15 May, 2023 11:41 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

એઇડન માર્કરમની હૈદરાબાદની ટીમ જો આજે હારશે તો ટુર્નામેન્ટની બહાર થઈ

અમદાવાદમાં ગઈ કાલે શુભમન ગિલ સાથે હેડ-કોચ આશિષ નેહરા.

અમદાવાદમાં આજે સાંજે રમાનારી મૅચમાં એક ટીમ સતત બીજી વાર આઇપીએલના પ્લે-ઑફમાં પહોંચી શકે એમ છે અને એ સાથે બીજી ટીમ લાગલગાટ ત્રીજી વાર પ્લે-ઑફથી વંચિત રહી શકે છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ આજે જીતશે તો આ સીઝનમાં લાસ્ટ-ફોરમાં જનારી પહેલી ટીમ બનશે. ખરું કહીએ તો હાર્દિક પંડ્યાના સુકાનમાં આ ટીમ ટૉપ-ટૂમાં પહોંચી શકે. જોકે એઇડન માર્કરમની હૈદરાબાદની ટીમ જો આજે હારશે તો ટુર્નામેન્ટની બહાર થઈ જશે અને દિલ્હી કૅપિટલ્સની જેમ એણે બાકીની બે લીગ મૅચ માત્ર ઔપચારિકતા માટે રમવાની રહેશે.

આજે હૈદરાબાદ જો ગુજરાતને આંચકો આપશે તો પણ માર્કરમની ટીમ પ્લે-ઑફની રેસમાં જીવંત રહેશે એ નક્કી ન કહી શકાય, કારણ કે એણે પછીથી બીજી ટીમનાં પરિણામ પર આધાર રાખવો પડશે. હોમ-ગ્રાઉન્ડ પર ગુજરાતના જીતવાનો ચાન્સ વધુ છે, કારણ કે એની ઓપનિંગ જોડી (ગિલ-સહા) બહુ સારા ફૉર્મમાં છે, મિડલ-ઑર્ડર પણ મોટી ભાગીદારી બનાવી શકે એમ છે, મૅચ-ફિનિશર્સ આક્રમક મૂડમાં છે અને આ સીઝનમાં સૌથી વધુ ૨૩ વિકેટ લેનાર (પર્પલ કૅપ ધારક રાશિદ ખાન) પણ ગુજરાત પાસે છે.

આઇપીએલ-૨૦૨૩માં કઈ ટીમ કેટલા પાણીમાં?
નંબર ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
ગુજરાત ૧૨ ૧૬ +૦.૭૬૧
ચેન્નઈ ૧૨ ૧૫ +૦.૪૯૩
મુંબઈ ૧૨ ૧૪ -૦.૧૧૭
‍૪ લખનઉ ૧૨ ૧૩ +૦.૩૦૯
બેંગ્લોર ૧૨ ૧૨ +૦.૧૬૬
રાજસ્થાન ૧૩ ૧૨ +૦.૧૪૦
પંજાબ ૧૨ ૧૨ -૦.૨૬૮
કલકત્તા ૧૨ ૧૦ -૦.૩૫૭
હૈદરાબાદ ૧૧ -૦.૪૭૧
૧૦ દિલ્હી ૧૨ -૦.૬૮૬
નોંધ  તમામ આંકડા ગઈ કાલની ચેન્નઈ-કલકત્તા મૅચ પહેલાંના છે.
sports news sports cricket news indian premier league ipl 2023 gujarat titans sunrisers hyderabad