IPLમાં ફરી કોરોનાની એન્ટ્રીઃ દિલ્હી-ચેન્નઈ મેચ પહેલા DCનો નેટબોલર કોરોના પોઝિટિવ

08 May, 2022 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુખ્ય કોચની નજીકના લોકો પણ સંક્રમિત

ફાઇલ તસવીર

દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેની મેચ પહેલાં દિલ્હીનો એક ખેલાડી કોરોના સંક્રમિત થઈ ગયો છે. મીડિયા અહેવાલો અનુસાર દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે હાજર એક નેટબોલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પછી, તે ખેલાડી સાથે, હોટલના રૂમમાં રહેતા અન્ય ખેલાડીને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. દિલ્હીની આજની મેચ સહિત 4 મેચ બાકી છે.

જોકે, IPL અને દિલ્હી કેપિટલ્સ દ્વારા હજુ સુધી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

આ સીઝનની શરૂઆતમાં પણ દિલ્હી કેપિટલ્સમાં કોરોનાનો કેસ આવ્યો છે

IPLની 15મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સના ખેલાડીના કોરોના પોઝિટિવ હોવાનો આ પહેલો કેસ નથી. અગાઉ, દિલ્હી કેપિટલ્સના બે વિદેશી ખેલાડીઓ ટિમ સેફર્ટ અને મિશેલ માર્શ સહિત કોચિંગ સ્ટાફના ચાર સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

મુખ્ય કોચની નજીકના લોકો પણ સંક્રમિત

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગની નજીકની એક વ્યક્તિ પણ કોરોના સંક્રમિત થઈ છે. જે બાદ પોન્ટિંગને થોડા દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડ્યું હતું, જેના કારણે તે કેટલીક મેચોમાં ટીમ સાથે હાજર રહ્યો ન હતો.

દિલ્હીની મેચ પુણેથી મુંબઈ શિફ્ટ કરવામાં આવી

દિલ્હી કેપિટલ્સના 2 ખેલાડીઓ અને 4 અન્ય સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં સમગ્ર દિલ્હીની ટીમને ક્વોરેન્ટાઈન કરવામાં આવી હતી. તે જ સમયે, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સાથેની મેચ પુણેથી મુંબઈ ખસેડવામાં આવી હતી.

sports news cricket news ipl 2022 delhi capitals