IPL 2021માં જો મેગા ઑક્શન થાય તો CSKએ ધોનીને રિલીઝ કરવો જોઇએ-આકાશ ચોપડા

17 November, 2020 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

IPL 2021માં જો મેગા ઑક્શન થાય તો CSKએ ધોનીને રિલીઝ કરવો જોઇએ-આકાશ ચોપડા

ધોની (ફાઇલ ફોટો)

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને જાણીતા હિન્દી કોમેન્ટેટર આકાશ ચોપડાનું માનવું છે કે જો 2021 આઇપીએલ માટે મેગા ઑક્શન થાય છે, તો ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ને મહેન્દ્ર સિંહ ધોનીને રિટેન ન કરવો જોઇએ. ચોપડાએ આનું કારણ પણ જણાવ્યું છે. તેમનું માનવું છે કે જો ટીમ ધોનીને રિટેન કરે છે, તો ટીમના 15 કરોડ રૂપિયા ધોની પર ચાલ્યા જશે. તેમણે આ માટે સીએસકેને એક સલાહ આપી છે. તેમણે કહ્યું ધોનીને રિલીઝ કરી દેવામાં આવે અને જ્યારે તેને કોઇ ટીમ ખરીદે તો રાઇટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરતા, તેને પાછો ટીમમાં લાવી શકાય છે.

ચોપડાએ એક વીડિયોમાં કહ્યું, "મને લાગે છે કે સીએસકેએ ધોનીને રિલીઝ કરી દદેવું જોઇએ જો મેગા ઑક્શન થાય છે તો. હું એણ નથી કહેતો કે ધોનીને ટીમમાં ન રાખવો, તે આગામી આઇપીએલ રમે અને જો તમે તેને રિટેન કરો તો તમારે 15 કરોડ રૂપિયા ભરવા પડશે." તેમણે આગળ કહ્યું, "જો ધોની અટકે અને તે માત્ર 2021 આઇપીએલ રમે છે, તો તમને 15 કરોડ રૂપિયા 2022 સીઝનમાં પાછા મળસે, પણ ત્યારે તમે તે પૈસાનું શું કરશો? આ જ મેગા ઑક્શનનો ફાયદો છે, સીએસકે રાઇટ ટૂ મેચ કાર્ડ દ્વારા તેને ટીમમાં પાછો લાવી શકે છે."

તેમણે આગળ કહ્યું કે શેન વૉટ્સન ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે અને આવતા વર્ષે આઇપીએલમાં રમતા જોવા નહીં મળે. તેમણે કહ્યું, "સીએસકેને મેગા ઑક્શનની જરૂર છે, કારણકે ટીમ પાસે વધારે એવા ખેલાડી નથી, જેમને તે રિટેન કરી શકે. સીએસકે માટે આઇપીએલ 2020 ખૂબ જ નિરાશાજનક રહ્યું. ટીમ પ્લેઑફમાં પણ જગ્યા બનાવી શકી નહી."

cricket news ipl 2020 chennai super kings