વિશ્વનો નંબર વન T20 બોલર ઇમરાન તાહિર પણ ન વેચાયો

21 February, 2017 06:34 AM IST  | 

વિશ્વનો નંબર વન T20 બોલર ઇમરાન તાહિર પણ ન વેચાયો



તો કોઈએ નહોતી કરી. ICCના T20 અને વન-ડે રૅન્કિંગમાં ટોચના ક્રમાંકે રહેલા ઇમરાન તાહિરને હરાજીમાં કોઈએ ખરીદ્યો નહોતો. જોકે પહેલા ચરણમાં તેના નામની બોલી લાગી હતી, પરંતુ તેને ખરીદવામાં કોઈએ રસ નહોતો દાખવ્યો.

૪ કરોડમાં વેચાયો ૧૮ વર્ષનો અફઘાની ક્રિકેટર રાશિદ ખાન

ગઈ કાલે થયેલી હરાજીમાં અફઘાનિસ્તાનના બે ખેલાડીઓ મોહમ્મદ નબી અને રાશિદ ખાને ઇતિહાસ રચ્યો હતો. બન્નેને IPLની ટીમ હૈદરાબાદે ખરીદ્યા હતા. તેઓ દસમી સીઝનમાં રમનાર પહેલા અફઘાનિસ્તાની ખેલાડીઓ બનશે. હરાજીમાં પહેલાં મોહમ્મદ નબી વેચાયો હતો જેને બેઝ પ્રાઇઝ ૩૦ લાખ રૂપિયામાં હૈદરાબાદે ખરીદ્યો હતો. ૧૮ વર્ષના રાશિદને ખરીદવા માટે ટીમો વચ્ચે સ્પર્ધા થઈ હતી જેમાં તેની બેઝ પ્રાઇઝ ૫૦ લાખ રૂપિયા કરતાં આઠ ગણી વધુ રકમ ૪ કરોડ રૂપિયામાં તેને હૈદરાબાદે ખરીદ્યો હતો. અસગર સ્તનિકઝઈ અને મોહમ્મદ શહઝાદને કોઈ ખરીદદાર નહોતા મળ્યા.