ઇન્ટરનૅશનલ લીગ T20 માટે પહેલી વાર ઑક્શન યોજાશે

02 August, 2025 07:36 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

હમણાં સુધી સીધા કરાર અને રીટેન્શન મૉડલના આધારે પ્લેયર્સને ટીમમાં સામેલ કરવામાં આવતા હતા, પણ આ સીઝન માટે પહેલી વાર ઑક્શન યોજાશે.

પ્રતીકાત્મક તસવીર

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) દ્વારા આયોજિત ઇન્ટરનૅશનલ લીગ T20ની ચોથી સીઝન આગામી બીજી ડિસેમ્બરે શરૂ થશે. આ સીઝન માટે ૩૦ સપ્ટેમ્બરે દુબઈમાં છ ટીમો વચ્ચે ઑક્શન યોજાશે. હમણાં સુધી સીધા કરાર અને રીટેન્શન મૉડલના આધારે પ્લેયર્સને ટીમમાં સામેલ કરવામાં આવતા હતા, પણ આ સીઝન માટે પહેલી વાર ઑક્શન યોજાશે.

છ ટીમોને ૧૩ ખેલાડીઓ (કુલ ૭૮ પ્લેયર્સને) ઉમેરવાની તક મળશે જેના માટે તમામ ટીમોનું મળીને કુલ બજેટ ૪.૮ મિલ્યન ડૉલર હશે. ૧૦ સપ્ટેમ્બર પહેલાં પ્લેયર્સે આ ઑક્શન માટે નોંધણી કરાવવી પડશે. દરેક ટીમ ઑક્શન બાદ પણ બે પ્લેયર્સની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરાવી શકશે. UAEમાં આયોજિત T20 એશિયા કપ 2025ની ૨૮ સપ્ટેમ્બરની ફાઇનલ બાદ જ આ ઑક્શન યોજાવાનું છે.

united arab emirates t20 international t20 cricket news sports sports news premier league