દુબઈ કૅપિટલ્સે ઉથપ્પા, પઠાણને સાઇન કર્યા

21 December, 2022 01:02 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે બીસીસીઆઇ પોતાના ખેલાડીઓને વિદેશી ટી૨૦ લીગમાં રમવાની પરવાનગી નથી આપતી

રૉબિન ઉથપ્પા (તસવીર સૌજન્ય-મિડ-ડે ગુજરાતી)

યુએઈની નવી ઇન્ટરનૅશનલ ટી૨૦ લીગ (આઇએલટી૨૦)ના દુબઈ કૅપિટલ્સ ફ્રૅન્ચાઇઝીએ ભારતના બે ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ રૉબિન ઉથપ્પા અને યુસુફ પઠાણને સાઇન કર્યા છે. ગયા વર્ષે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી તેમ જ આઇપીએલમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા યુસુફ પઠાણને દુબઈ કૅપિટલ્સે પોતાના ખેલાડીઓની સંખ્યા અઢારથી વધારીને પચીસ કરી એમાં સામેલ કર્યો છે. જોકે ઉથપ્પાને એ પહેલાં સાઇન કર્યો અને એ સાથે ઉથપ્પા આ ટીમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય છે. સામાન્ય રીતે બીસીસીઆઇ પોતાના ખેલાડીઓને વિદેશી ટી૨૦ લીગમાં રમવાની પરવાનગી નથી આપતી, પરંતુ આ બે પ્લેયર્સ નિવૃત્ત થઈ ગયા હોવાથી યુએઈની લીગમાં રમી શકશે.

sports news sports cricket news t20 dubai robin uthappa yusuf pathan