ઇન્જર્ડ રોહિત આઉટ, રાહુલ વાઇસ-કૅપ્ટન

27 October, 2020 02:59 PM IST  |  Mumbai | Agencies

ઇન્જર્ડ રોહિત આઉટ, રાહુલ વાઇસ-કૅપ્ટન

ગઈ કાલે મુંબઈમાં સિલેક્શન કમિટીએ વિડિયો-કૉન્ફરન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી

ટેસ્ટમાં રહાણે જ રહેશે વાઇસ-કૅપ્ટન, ઇન્જર્ડ રોહિત અને ઇશાન્ત પર મેડિકલ ટીમની નજર, લાંબા સમય બાદ વન-ડે અને ટી૨૦ ટીમમાં હાર્દિકનું કમબૅમ:નાગરકોટી, ત્યાગી, પોરેલ અને નટરાજન એક્સ્ટ્રા બોલર તરીકે ટીમ સાથે જશે...

આગામી ઑસ્ટ્રેલિયા સિરીઝ માટેની ટી૨૦, વન-ડે અને ટેસ્ટ સિરીઝ ભારતીય ટીમની ગઈ કાલે મુંબઈમાં સિલેક્શન કમિટીએ વિડિયો-કૉન્ફરન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ટેસ્ટ ટીમમાં લોકેશ રાહુલ, નવદીપ સૈની અને મોહમ્દ સિરાજને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટી૨૦ ટીમમાં શિખર ધવન અને સંજુ સૅમસન, તો વન-ડેમાં શુભમન ગિલ, મનીષ પાંડેની એન્ટ્રી થઈ છે, જ્યારે વન-ડે અને ટી૨૦ ટીમમાં લાંબા સમય બાદ હાર્દિક પંડ્યાનું કમબૅક થયું છે.
ઇન્જર્ડ રોહિત શર્માની જગ્યાઅે વન-ડે અને ટી૨૦ ટીમમાં લોકેશ રાહુલને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ટી૨૦માં રિષભ પંતની જગ્યાઅે સંજુ સૅમસનને વિકેટકીપિંગની જવાબદારી સોંપી છે. મયંક અગરવાલને ટી૨૦ અને વન-ડે ટીમમાં પ્રથમ વાર સિલેક્ટ કરવામાં આવ્યો છે. આઇપીએલમાં કલકત્તા વતી રમી રહેલા વરુણ ચક્રવર્તીને ટી૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ચક્રવર્તીઅે દિલ્હી સામે આ સીઝનમાં બેસ્ટ પર્ફોર્મન્સ કરતાં પાંચ વિકેટ લીધી હતી. સિલેક્શન કમિટીએ હ્યું હતું કે રોહિત અને ઇશાન્તની ફિટનેસ વિશે ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમ સતત નજર હેઠળ રહેશે તેમ જ કમલેશ નાગરકોટી, કાર્તિક ત્યાગી, ઈશાન પોરેલ અને ટી. નટરાજનની એક્સ્ટ્રા બોલર તરીકે ટીમ સાથે જશે.

ટી૨૦ ટીમ

વિરાટ કોહલી (કૅપ્ટન), શિખર ધવન, મયંક અગરવાલ, લોકેશ રાહુલ (વાઇસ-કૅપ્ટન-વિકેટકીપર), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્નિક પંડ્યા, સંજુ સૅમસન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, વરુણ ચક્રવર્તી

વન-ડે ટીમ

વિરાટ કોહલી (કૅપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, લોકેશ રાહુલ (વાઇસ-કૅપ્ટન-વિકેટકીપર), મયંક અગરવાલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી (કૅપ્ટન), મયંક અગરવાલ, પૃથ્વી શૉ, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (વાઇસ-કૅપ્ટન), હનુમા વિહારી, શુભમન ગિલ, વૃદ્ધિમાન સહા (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.

test cricket cricket news