ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર એસ. આર. પાટીલનું નિધન

16 September, 2020 05:01 PM IST  |  PTI | Mumbai

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર એસ. આર. પાટીલનું નિધન

એસ આર પાટીલ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર સદાશિવ રાવજી પાટીલનું ગઈ કાલે કોલ્હાપુરમાં નિધન થયું છે. તેઓ ૮૬ વર્ષના હતા. તેમણે એક ટેસ્ટ મૅચમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મંગળવારે મોડી રાતે ઊંઘમાં જ તેમનું કોલ્હાપુરમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું.
૧૯૫૫માં તેઓ ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ મૅચમાં બોલિંગ ઑલરાઉન્ડર તરીકે રમ્યા હતા. ત્યાર બાદ તેમને ટીમ માટે રમવાની તક મળી નહોતી. પાટીલ મહારાષ્ટ્ર માટે ૧૯૫૨થી ૧૯૬૪ સુધી ૩૬ ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યા હતા, જેમાં તેમણે ૮૬૬ રન બનાવ્યા હતા અને ૮૩ વિકેટ મેળવી હતી. રણજી ટ્રોફીમાં તેઓ મહારાષ્ટ્ર ટીમના કૅપ્ટન પણ રહી ચૂક્યા હતા.

cricket news sports news