IND VS NZ: ભારત વુમન્સ ટીમની 8 વિકેટે હાર

01 February, 2019 06:31 PM IST  | 

IND VS NZ: ભારત વુમન્સ ટીમની 8 વિકેટે હાર

ભારતીય વુમન ટીમની 8 વિકેટે હાર

ન્યુઝીલેન્ડ વુમન્સ ટીમ સામે ભારતીય વુમન્સ ટીમનો 8 વિકેટે હાર થઈ છે. જો કે સિરીઝ ભારતીય વુમન ટીમના નામે રહી છે. ભારતે આ સિરીઝ 2-1થી જીતી લીધી. હેમિલ્ટન ખાતે રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતીય વુમન ટીમ માત્ર 149 રન બનાવી શકી હતી અને ઓલઆઉટ થઈ હતી. જેના જવાબમાં ન્યુઝીલેન્ડે માત્ર 2 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. જો કે ત્રણ મેચની સિરીઝમાં ભારતીય વુમન ટીમે 2 મેચમાં જીત મેળવી છે અને સિરીઝ નામે કરી છે.

ટીમ ઈન્ડિયા તરફથી દિપ્તી શર્માએ સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. આ સિવાય માત્ર હરમનસિંહ કૌર 24 રનની ઈનિંગ રમી હતી.વિપક્ષ ટીમ દ્વારા અન્ના પીટરસન સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી અને તાહુહુએ 3 વિકેટ ઝડપી હતી. 152 રનના ટાર્ગેટનો પીછો કરતા ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ થઈ હતી જો કે બેટ્સ અને સૈથરવેટની જોડીએ ન્યુઝીલેન્ડને ત્રીજી વન-ડેમાં જીત અપાવી હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડ ક્લીન સ્વીપથી બચ્યું હતું.

ન્યુઝીલેન્ડે 30 ઓવરમાં જ જીત મેળવી હતી. જેના કારણે ભારતનું ક્લીન સ્વીપ કરવાનું સપનું અધુરુ રહ્યું છે. ભારતીય વુમન ટીમ વન-ડે સાથે ત્રણ T-20 મેચ પણ રમશે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન મેન્સ ટીમ પણ આ પહેલા ન્યુઝીલેન્ડ સામે ચોથી વન-ડેમાં હારી હતી અને હેમિલ્ટનના મેદાન પર જ બન્ને ટીમોને હારનો સામનો કરવો પડ્યો છે.