07 July, 2026 08:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય વિમેન્સ બધિર ટીમની શ્રીલંકામાં પ્રથમ ઇન્ટરનૅશનલ ટૂર આજથી શરૂ થશે
ભારતીય મહિલા બધિર ક્રિકેટ ટીમ પોતાની પ્રથમ ઇન્ટરનૅશનલ ટૂર માટે શ્રીલંકા રવાના થશે. આ ટૂર ભારતીય મહિલા બધિર ક્રિકેટના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહી છે.
ભારતીય ટીમ ૭થી ૧૩ જુલાઈ દરમ્યાન શ્રીલંકામાં પાંચ T20 મૅચની સિરીઝ રમશે. આ સિરીઝ પહેલાં હાલમાં નવી દિલ્હીમાં ભારતીય ટીમની નવી જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.