ભારતીય મહિલા ટીમે ફૂટબૉલ ટુર્નામેન્ટ ફરીથી જીતી લીધી

17 September, 2012 08:56 AM IST  | 

ભારતીય મહિલા ટીમે ફૂટબૉલ ટુર્નામેન્ટ ફરીથી જીતી લીધી


મૅચની ત્રીજી જ મિનિટમાં ગોલ કરીને નેપાલે લીડ મેળવી હતી, પણ ભારતે પાંચ મિનિટ બાદ ગોલ કરીને  ૧-૧ની બરાબરી કરી લીધી હતી. હાફ ટાઇમમાં ૧-૧ની બરાબરી બાદ છેલ્લે ૬૪મી અને ૮૭મી મિનિટે ભારતે વધુ બે ગોલ ફટકારીને આખરે મૅચ ૩-૧થી જીતીને વિજેતાપદ જાળવી રાખ્યું હતું. ભારત વતી સુપ્રિયા રૉય, બેમબેમદેવી અને કમલાદેવીએ ગોલ ફટકાર્યા હતા.