મહિલા ક્રિકેટર મિતાલી રાજ સાડી પહેરીને રમી ક્રિકેટ, વીડિયો વાયરલ

07 March, 2020 03:11 PM IST  |  Mumbai Desk

મહિલા ક્રિકેટર મિતાલી રાજ સાડી પહેરીને રમી ક્રિકેટ, વીડિયો વાયરલ

મિથાલી રાજ સાડીમાં રમી ક્રિકેટ વીડિયો વાયરલ

ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજના સાડી પહેરીને ક્રિકેટ રમવાવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિતાલીએ એક જાહેરાત માટે વીડિયો શૂટ કર્યો, જેમાં તે પારંપરિક ભારતીય સાડીમાં છે અને તેણે ગ્લબ્સ પહેર્યા છે, હેલમેટ લગાડ્યું છે અને તે ક્રિકેટ મેદાનમાં બેટિંગ કરવા આવી છે.

મિતાલીએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું છે, "દરેક સાડી ક્યારેય તમને તેમાં ફિટ થવા માટે નથી કહેતી. એક સાડી ઘણું કહે છે તમારાથી વધારે. ચાલો, આ મહિલા દિવસે એક અનમોલ વસ્તુની શરૂઆત કરીએ. આ મહિલા દિવસે પોતાની શરતે જીવવાનું શરૂ કરીએ."

37 વર્ષની મિતાલી રાજ વિશ્વની પહેલી એવી મહિલા ક્રિકેટર છે જેણે સૌથી પહેલા 200 વનડે મેચ રમી અને વનડે ક્રિકેટમાં સૌથી પહેલા 6000 રન્સ પૂરા કરવાની પણ તે પહેલી મહિલા ક્રિકેટર છે. મિતાલીનું ક્રિકેટર કરિઅર ખૂબ જ સારું રહ્યું છે. તેણે ભારત માટે 10 ટેસ્ટ, 209 વનડે અને 89 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

દસ ટેસ્ટ મેચમાં તેણે એક શતકની સાથે 663 રન્સ બનાવ્યા છે અને તેનો બેસ્ટ સ્કોર 214 રન્સ રહ્યો.તો વનડે ક્રિકેટની વાત કરીએ તો તેણે ભારત માટે રમેલી 209 વનડે મેચમાં 50.64ની રનરેટ સાથે 6888 રન્સ કર્યા છે. વનડેમાં તેના નામે કુલ સાત શતક અને 53 અર્ધશતક નોંધાયેલા છે. વનડે ક્રિકેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોટઆઉટ 125 રન્સ રહ્યું. તો 89 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે 2364 રન્સ કર્યા છે અને તેનું બેસ્ટ પ્રદર્શન નોટઆઉટ 97 રન્સ રહ્યું.

cricket news sports sports news mithali raj