IND VS AUS: લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્રસિંહ ધોનીએ જીતી લીધું તમામનું દિલ

08 March, 2019 02:35 PM IST  | 

IND VS AUS: લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્રસિંહ ધોનીએ જીતી લીધું તમામનું દિલ

તમામ પ્લેયરની મેચ ફી શહીદોને

આજે ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ત્રીજી વન-ડે મેચ શરૂ થઇ ગઇ છે. પરંતુ મેચ શરૂ થતા પહેલા મેદાન પર એવો માહોલ જોવા મળ્યો કે તમામ લોકોને ટીમ ઇન્ડિયાને અને ખાસ કરીને કેપ્ટન કુલ ધોનીને સલુટ કરવાની ઇચ્છા થઇ જાય. આ ઘટના બાદ ટીમ ઇન્ડિયા અને ખાસ ધોનીએ તમામ લોકોનું દિલ જીતી લીધું હતું.

મહેન્દ્ર સિંહ ધોની આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ છે અને આ કેપની કિંમત સમજવી મુશ્કેલ છે. પુલવામાં હુમલામાં શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનોને શ્રદ્ધાંજલી આપવા આજે ભારતીય ટીમ આર્મી કેપ સાથે મેદાન પર ઉતરી છે. આ સાથે જ વિરાટ કોહલીએ જાહેરાત કરી છે કે, આજની તમામ પ્લેયરની મેચ ફી શહીદોને આપવામાં આવશે.

લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમના તમામ પ્લેયર્સને આર્મી કેપ આપી હતી. વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીને કેપ આપી હતી. મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમના સૌથી અનુભવી પ્લેયર છે જ્યારે ધોની બધા પ્લેયર્સને કેપ આપી રહ્યા હતા ત્યારે કેદાર જાદવે ધોનીને સલામી આપી સન્માનિત કર્યા હતા.

cricket news sports news mahendra singh dhoni