ભારતને આક્રમક સ્પિનરની ખોટ સાલી રહી છે : બ્રૅડ હૉગ

24 December, 2014 05:38 AM IST  | 

ભારતને આક્રમક સ્પિનરની ખોટ સાલી રહી છે : બ્રૅડ હૉગ

ભારતીય ટીમમાં સાધારણ સ્પિનર બોલરોને લીધે જ ટીમની હાલત ખરાબ થઈ રહી છે. હૉગે કહ્યું હતું કે, ‘ઑસ્ટ્રેલિયામાં સ્પિન બોલિંગ કરવી આસાન નથી. ઘણા ખરા સ્પિનરોનાં પર્ફોર્મન્સ અહીંયાં સાધારણ જ રહેતાં હોય છે. ભારત કરતાં અહીંની પિચો બિલકુલ અલગ છે અને ભારતીય સ્પિનરોને એની આદત નથી. એક આક્રમક સ્પિનરની કમીને લીધે ભારતીય ટીમને નુકસાન થઈ રહ્યું છે. વિરાટ કોહલીએ પહેલી મૅચમાં આક્રમકતાને ધ્યાનમાં રાખીને રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને બદલે કર્ણ શર્માને મોકો આપ્યો હતો અને તેણે એક ટફ પિચ પર પ્રમાણમાં સારી બોલિંગ કરી હતી પણ અનુભવની ઊણપ જણાતી હતી. બીજી ટેસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીએ અશ્વિનને મોકો આપ્યો અને તેણે સારી શરૂઆત કરી હતી પણ કાંગારૂ પૂછડિયાઓએ તેની હાલત ખરાબ કરી નાખી હતી. અશ્વિન અને જાડેજાને વિદેશમાં બહુ તક નથી મળી અને જ્યારે ચાન્સ મળ્યો છે ત્યારે તેમનું પર્ફોર્મન્સ ખૂબ જ સાધારણ રહ્યું છે.’