07 March, 2025 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન પહેલાં પ્લેયર્સ અને ટીમ માટે કેટલીક કડક ગાઇડલાઇન્સ બનાવવામાં આવી રહી છે. અહેવાલ અનુસાર હવે મૅચ પછીના પ્રેઝન્ટેશન સમારોહ દરમ્યાન પ્લેયર્સને સ્લીવલેસ જર્સી પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પહેલી વાર કોઈ પ્લેયર આ નિયમનો ભંગ કરશે તો તેને ચેતવણી આપવામાં આવશે, પણ બીજી વાર એ જ ભૂલ થશે તો દંડ ભરવો પડશે. ભારતીય ક્રિકેટ બોર્ડે પ્રેઝન્ટેશન સમારોહ દરમ્યાન પ્રોફેશનલ વર્તન જાળવવા માટે આ નિર્ણય લીધો છે.
અહેવાલ અનુસાર, ટીમના પ્રૅક્ટિસ સેશન, ડ્રેસિંગ રૂમમાં ફૅમિલી-મેમ્બરની એન્ટ્રી, ટીમ-બસનો ઉપયોગ, ફિટનેસ-ટેસ્ટ અને જર્સી-નંબર જેવા મુદ્દાઓ પર પણ કેટલીક ગાઇડલાઇન્સ બનાવવામાં આવી છે.